Sunday, October 17, 2021
Homeદિલ્હી હાઈકોર્ટે CBIના એડિશનલ રાકેશને આપ્યો મોટો ઝટકો, કોર્ટે કહ્યું એ ન...
Array

દિલ્હી હાઈકોર્ટે CBIના એડિશનલ રાકેશને આપ્યો મોટો ઝટકો, કોર્ટે કહ્યું એ ન થાય

  • CN24NEWS-11/01/2019

મહત્વનું છે કે આલોક વર્માને સુપ્રીમ કોર્ટે સીબીઆઈના ડિરેક્ટર પદે ચાલુ રાખવા આદેશ કરતાં તેમણે ફરીથી ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો. અને તાબડતોબ નવા નિર્ણયો કર્યા હતા. જોકે ફરીથી પદભાર સંભાળ્યાના 48 કલાકમાં જ સિલેક્શન કમિટીએ તેમને સીબીઆઈના ડિરેક્ટર પદેથી હટાવીને અન્યત્ર ટ્રાન્સફર કરી દીધી.

સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈ ડિરેક્ટર પદે બહાલીના 48 કલાકમાં જ સિલેક્શન કમિટીએ આલોક વર્માને પદ પરથી હટાવી દીધા. પીએમ મોદીના નેતૃત્વવાળી અને કોંગ્રેસ સાંસદ મલ્લિકાર્જુન ખડગે અને સુપ્રીમ કોર્ટના જજ જસ્સ્ટીસ એ.કે.સીકરીના સદસ્યતાવાળી હાઈ પાવર્ડ કમિટીએ સીવીસી તપાસ રિપોર્ટને આધારે વર્માની સીબીઆઈ ડિરેક્ટર પદથી કાયમી છુટ્ટી કરી દીધી. એવા કયા પાંચ આરોપો છે જેને કાણે પીએમ મોદીના નેતૃત્વવાળી સિલેક્શન કમિટીએ વર્માને હટાવ્યા.

તેની પર નજર કરીએ તો સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ આરોપ લગાવ્યો હતો કે વર્માને મીટ કારોબારી મોઈન કુરૈશી સાથે જોડાયેલા મામલાની તપાસને પ્રભાવિત કરવા માટે સતીશ બાબુ સના પાસેથી રૂ.2 કરોડની લાંચ લીધી હતી.

રેલવેની બે હોટલોનો ઢેકો આપવા સાથે જોડાયેલા લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ તપાસ મામલામાં પણ વર્મા પર ગંભીર આરોપ લાગ્યા હતા. આરોપો મુજબ વર્માએ આ મામલામાં પુરતા પુરાવા હોવા છતાં એક વરિષ્ઠ અધિકારને બચાવીને તપાસમાં તેમનું નામ હટાવી દીધુ હતું.

સિલેક્શન કમિટીએ હરિયાણાના એક જમીન ગોટાળા મામલામાં પણ વર્મા પર લાગેલા આરોપોને ઘણા ગંભીર ગણાવ્યા. આ મામલામાં શરૂઆતની તપાસને બંધ કરવાને સુનિશ્ચિત કરવા માટે કથિત રીતે 36 કરોડ રૂપિયાં સોદો થયો હતો. વર્મા પર આરોપ છે કે હરિયાણાના તત્કાલીન ટાઉન એન્ડ કંટ્રી પ્લાનિંગના ડિરેક્ટર અને એક રિયલ એસ્ટેટ કંપનીના સપર્કમાં હતા.

આલોક વર્મા 2016માં દિલ્હીના પોલીસ કમિશનર હતા તે સમયે તેમણે કસ્ટમ વિભાગ દ્વારા પકડાયેલા એક સોનાના દાણચોરને બચાવ્યો હતો. વર્માએ કથિત રીતે સોનાના દાણચોરને પોલીસ સુરક્ષામાંથી બહાર કાઢવાનો નિર્દેશ આપ્યો હતો.
વર્મા પર એ પણ આરોપ છે કે તેમણે દાગી ઓફિસરોને સીબીઆઈમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. વર્માએ કથિત રીતે બે દાગી અધિકારીઓને સીબીઆઈમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.

સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો મુક્યા પછી સરકારે બંને અધિકારીને તેમના હોદ્દા પરથી દૂર કર્યાં હતા. અને રજા પર ઉતારી દીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments