Sunday, November 28, 2021
Homeદિવસમાં સાડા ત્રણ કલાકથી વધુ ટીવી જોનાર વડીલોની યાદશક્તિ 10% સુધી ઘટી...
Array

દિવસમાં સાડા ત્રણ કલાકથી વધુ ટીવી જોનાર વડીલોની યાદશક્તિ 10% સુધી ઘટી શકે છે

હેલ્થ ડેસ્ક: 50 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ દિવસમાં સાડા ત્રણ કલાકથી વધુ સમય માટે ટીવી જોવે તો તેમની યાદશક્તિ ઘટી શકે છે. આ વાત 3662 વડીલો પર થયેલા રિસર્ચ બાદ સામે આવી છે. યુનિવર્સીટી કોલેજ લંડનના એક રિસર્ચ મુજબ, ટીવી વધુ પડતું જોવાથી મગજ પર તણાવ વધી શકે છે, જે યાદશક્તિ ઘટવાનું કારણ બની શકે છે અને પછીથી ડિમેન્શિયા (ભૂલવાની બીમારી)નું કારણ બની શકે છે.

સંશોધકોનો દાવો, વડીલોની યાદશક્તિમાં 10 ટકા સુધીનો ઘટાડો થયો

યુનિવર્સીટીના સંશોધકોનું કહેવું છે કે, નક્કી કરેલા સમયથી વધારે પડતું ટીવી જોવાથી યાદશક્તિ ઘટે છે પણ બુક્સ વાંચવાથી મેમરીમાં વધારો પણ થઇ શકે છે. શોધ મુજબ, સિરિયલ, ડોક્યુમેન્ટરી અને રિયાલિટી શો યાદશકિતને 10% સુધી ઘટાડે છે.

જેમણે ટીવી જોયું ન હતું તેમની યાદશક્તિ 5% વધારે હતી
રિસર્ચમાં સામેલ 3662 વડીલોએ 2008-2009 અને 2014-2015માં દિવસમાં કેટલીવાર ટીવી જોયું તેમ પૂછવામાં આવ્યું હતું. આ પછી તેમની પાસે શબ્દોની એક ટેસ્ટ લેવામાં આવી. પરિણામ રૂપે સામે આવ્યું કે જેમણે ટીવી જોયું ન હતું તેમની યાદશક્તિ 5% વધારે હતી. સતત 6 વર્ષ સુધી ટીવી જોનાર વડીલોની યાદશકિતમાં 10% સુધીનો ઘટાડો નોંધાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments