દિવ્યાંગો અને સામાન્ય બાળકોની ચિત્ર સ્પર્ધા સાથે યોજાઈ, લોકો એટલા ભાવ-વિભોર થયાં કે…

0
51

આપણે ત્યાં દિવ્યાંગોને સામાન્ય રીતે અગલ તારવીને વાત કરતા હોઈએ છીએ. ત્યારે ઘણા લોકો અને સંસ્થા એવં પણ કામ કરે છે કે જે ખરેખર દિવ્યાંગો માટે વખાણવા લાયક છે. ગુજરાત વિશ્વકોશ ભવનમાં ગઈકાલે યોજાયેલ “શ્રી હરિકેત પાઠક બાળ-કિશોર ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું.

“સદભાગ્ય”જેવો શબ્દ એટલા માટે ઉપયોગવાનું મન થયું કારણ કે આ અનોખી ચિત્ર હરીફાઈમાં સામાન્ય બાળકો-કિશોરો સાથે શારીરિક પડકારો સાથે જીવતાં ઓર્થોપેદીકલી hendicap અને ૭ મુકબધીર બાળ-કિશોર વિદ્યાર્થીઓએ પણ હરીફાઈમાં ભાગ લીધો.

ગુજરાત વિશ્વકોશ તેની લગભગ તમામ પ્રવૃત્તિઓમાં દિવ્યાંગોને સમાન દરજ્જો અને સમાન તક આપી એક આદર્શ પ્રયાસ કરી રહ્યું છે. તે માટે વિશ્વકોશ પરિવાર અને પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ વિશેષ અભિનંદનના અધિકારી બને છે. રાહ ફાઉન્ડેશનના સેક્રેટરી અને અંધજન મંડળના પૂર્વ આચાર્ય શ્રી. જસુભાઈ કવિના સહયોગથી યોજાયેલા આ અનોખા પરકલ્પમાં મુક બધિર વિધાર્થીએ બીજાં ક્રમે વિજેતા બનીને સહુને રોમાંચિત કરી દીધાં હતાં.

ત્યાં હાજર રહેલા વિદ્યાર્થીઓના વાલીઓએ કહ્યું હતું કે આ એક જ એવું પ્લેટફોર્મ અમે જોયું કે જ્યાં આ રીકે દિવ્યાંગો અને સામાન્ય બાળકો એક હરોળમાં ભાગ લેતા હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here