દીકરીને રેપની ધમકી મળ્યા બાદ બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપે પોલીસ ફરિયાદ કરી

0
23

મુંબઈઃ બોલિવૂડના જાણીતા પ્રોડ્યૂસર-ડિરેક્ટર અનુરાગ કશ્યપે દીકરીને રેપની ધમકી આપનાર ટ્રોલર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. અનુરાગે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં તે વ્યક્તિ વિરૂદ્ધ એફઆઈઆર કરી છે. ટ્રોલરે ટ્વિટર પર અનુરાગની 18 વર્ષીય દીકરી આલિયા પર રેપ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ અનુરાગે આઈટી એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી. અનુરાગે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.

ટ્વિટર પર અનુરાગને ધમકી મળી હતી
લોકસભા ચૂંટણીમાં ભાજપ જંગી બહુમતીથી જીત્યા બાદ અનુરાગે પીએમ મોદીને ટ્વિટર પર શુભેચ્છા પાઠવી હતી. આ શુભેચ્છા સંદેશમાં અનુરાગે મોદીને સવાલ કર્યો હતો કે તે ભક્તોને કેવી રીતે હેન્ડલ કરે, જે મોદીની પ્રશંસા ના કરવા પર તેની દીકરી પર રેપ કરવાની ધમકી આપે છે.

સુચિત્રા કૃષ્ણામૂર્તિએ પોલીસ ફરિયાદની સલાહ આપી
અનુરાગની આ ટ્વીટ બાદ સુચિત્રા કૃષ્ણામૂર્તિએ તેને પોલીસ ફરિયાદની સલાહ આપી હતી. સુચિત્રાએ ટ્વીટ કરી હતી, ‘મોદી સરકાર સમર્થક હોવા છતાંય મને રેપની ધમકી આપવામાં આવી હતી. આ અંગે મેં પોલીસની મદદ લીધી અને સાઈબર ક્રાઈમ સેલે મારી પૂરી મદદ કરી હતી.’ અનુરાગની આ ટ્વીટ પર અનેક લોકોએ તેને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી. ડિરેક્ટરે પોલીસ ફરિયાદ કર્યાં બાદ મુંબઈ પોલીસ, નરેન્દ્ર મોદી તથા મહારાષ્ટ્ર સીએમનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here