- Advertisement -
સ્પોર્ટ્સ ડેસ્ક. ભારતીય ખેલાડીઓએ માકરાન કપ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ અને પાંચ સિલ્વર મેડલ જીત્યા. નેશનલ ચેમ્પિયન દીપક સિંહ ગોલ્ડ જીતનાર એક માત્ર બોક્સર છે. દીપકે 49 કિગ્રા કેટગરીની ફાઇનલમાં જાફર નાસેરીને હરાવ્યો. જ્યારે, પી લલિતા પ્રસાદ(52 કિગ્રા), મનીષ કૌશિક(60 કિગ્રા), દુર્યોધન સિંહ નેગી (89 કિગ્રા), સંજીત (91 કિગ્રા) અને સતીષ કુમાર (91+થી વધારે) ફાઇનલમાં હારતાં સિલ્વર મેડલ મેળવ્યો છે.