Sunday, October 17, 2021
Homeદીપિકાએ રણવીરને આ કારણે પાડી દીધી ના, કહ્યું અનિવાર્ય હશે તો જોડે….
Array

દીપિકાએ રણવીરને આ કારણે પાડી દીધી ના, કહ્યું અનિવાર્ય હશે તો જોડે….

અભિનેત્રી દીપિકા પાદુકોણે ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડ કપની ફિલ્મ ૮૩ કરવાનો ઇનકાર કર્યો હોવાની જાણકારી મળી હતી.

આ ફિલ્મમાં દીપિકાના પતિ અને અભિનેતા રણવીર સિંઘ ૧૯૮૩ની ક્રિકેટ ટીમના કેપ્ટન અને ઓલ રાઉન્ડર કપિલ દેવનો રોલ કરી રહ્યો છે. કપિલ દેવ આ બાબતમાં સ્પષ્ટતા કરી ચૂક્યો છે કે આ મારી બાયો-ફિલ્મ નથી, આ તો ૧૯૮૩માં ભારતીય ક્રિકેટ ટીમે જીતેલા વર્લ્ડ કપની કથા છે. જો કે એણે રણવીર સિંઘને જરૃરી તાલીમ આપવા માટેની તૈયારી દાખવી હતી.

આ ફિલ્મની ઑફર દીપિકાને કરવામાં આવતાં એણે સવિનય ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો. એના પ્રવક્તાએ કહ્યું કે ભવિષ્યમાં જરૂર પડયે રણવીર અને દીપિકા સાથે કામ કરશે પરંતુ એ માટે બંને અનિવાર્ય હોય એવી સ્ક્રીપ્ટ હોવી જોઇએ.

અત્યાર અગાઉ દીપિકા અને રણવીર સંજય લીલા ભણસાલીની ત્રણ ફિલ્મો સાથે કરી ચૂક્યાં છે- રામલીલાઃ ગોલિયોં કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત.

દીપિકાના પ્રવક્તાએ કહ્યું કે ભવિષ્યમાં આવી કોઇ સ્ક્રીપ્ટ મળશે તો પતિપત્ની બંને એક ફિલ્મમાં સાથે દેખાશે. નહીંતર બંને સાથે જોવા નહીં મળે.

ફિલ્મ ૮૩માં મોટે ભાગે ક્રિકેટ ટીમની વાત છે એેટલે હીરોઇનના પાત્રને બહુ ઝાઝો સ્કોપ નથી એવું દીપિકાને લાગ્યું હતું. આ રોલ કપિલ દેવની પત્નીનો હતો. ફિલ્મની કથામાં કપિલ દેવની પત્નીએ ઝાઝું કંઇ કરવાનું નથી એવું સ્ક્રીપ્ટ પરથી દીપિકાએ તારવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments