Wednesday, September 22, 2021
Homeદીપિકા ને આ રૂપ માં ઓળખી પણ નહી શકો, એસિટ એટેક સર્વાઇવરના...
Array

દીપિકા ને આ રૂપ માં ઓળખી પણ નહી શકો, એસિટ એટેક સર્વાઇવરના રોલમાં જોઇને રૂંવાડા ઉભા થઇ જશે

દીપિકા પાદુકોણનું નામ આ સમયે તેની આગામી ફિલ્મ છપાકના કારણે ચર્ચામાં છે. દિપીકા હાલ પોતાની આ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે એસિડ એટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલના કિરદારમાં જોવા મળશે. ફિલ્મનું ડાયરેક્શન મેઘના ગુલઝાર કરી રહી છે. તેવામાં હવે ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે.

https://www.instagram.com/p/Bvao-MEAT56/?utm_source=ig_embed

ફિલ્મનું આ પોસ્ટર એટલું પ્રભાવશાળી છે કે પહેલી નજરેમાં જ દીપિકા તમારુ દિલ જીતી લેશે. એસિડ હુમલાનો શિકાર થયેલી યુવતીનો રોલ નિભાવી રહેલી દીપિકા સ્મિત સાથે દર્પણની પાછળથી જોઇ રહી છે અને તેમાં તેનો ચહેરો દેખાઇ રહ્યો છે. તેને જોઇને કહી શકાય કે તેના કરતાં વધુ સારી રીતે આ રોલ કદાચ જ કોઇ એક્ટ્રેસ કરી શકે.

https://www.instagram.com/p/BtuvGR9nVl6/?utm_source=ig_embed

ફિલ્મના ફર્સ્ટ લુકમાં દીપિકાનો લુક મોટાભાગે લક્ષ્મી અગ્રવાલ જેવો લાગે છે. તસવીરમાં દીપિકાની આંખોમાં તે જ ઉદાસીની સાથે આશાની કિરણો પણ જોવા મળી રહી છે અને તે સંપૂર્ણ રીતે પોતાના કિરદારમાં લાગી રહી છે. જો કે મેઘના ગુલઝારે તાજેતરમાં જ કહ્યું હતું કે 3 સીરિયસ ફિલ્મો કર્યા બાદ તે એક હટકે ફિલ્મ કરવા માંગતી હતી પરંતુ તેની પાસે ફક્ત એસિડ એટેકની આવી જ સિરિયસ ફિલ્મ હતી.

https://www.instagram.com/p/Bu13Eg_n9EZ/?utm_source=ig_embed

જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ છપાકમાં દીપિકાના કિરદારનું નામ માલતી છે જેના પર એસિડ એટેક થાય છે અને તે જિંદગીની જંગ જીતી જાય છે અને બહાદુરીથી આ સ્થિતીનો સામનો કરે છે.

https://www.instagram.com/p/BvOV0gsAV5f/?utm_source=ig_embed

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને દીપિકા પ્રોડ્યુસ પણ કરી રહી છે અને તેની સાથે આ ફિલ્મમાં વિક્રાતં મેસી પણ જોવા મળશે. આ ફિલ્મનું શુટિંગ દિલ્હીમાં શરૂ થઇ રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રોજ રિલિઝ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments