Tuesday, September 21, 2021
Homeદીપિકા પાદુકોણે ફિલ્મ 'છપાક'ના પહેલા શેડ્યૂઅલનું શૂટિંગ પૂરું કર્યું, મુંબઈ પરત ફરી
Array

દીપિકા પાદુકોણે ફિલ્મ ‘છપાક’ના પહેલા શેડ્યૂઅલનું શૂટિંગ પૂરું કર્યું, મુંબઈ પરત ફરી

બોલિવૂડ ડેસ્ક: દીપિકા પાદુકોણે તેની ‘છપાક’ ફિલ્મના પહેલા શેડ્યૂઅલનું શૂટિંગ દિલ્હીમાં 18 એપ્રિલે પૂરું કર્યું. શૂટિંગ પૂરું કરીને દીપિકા મુંબઈ પરત ફરી ગઈ છે. ‘છપાક’ ફિલ્મમાં દીપિકા પાદુકોણની સાથે ‘મિર્ઝાપુર’ ફેમ વિક્રાંત મેસી પણ લીડ રોલમાં છે. ટીમે ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં 20 માર્ચે શરૂ કર્યું હતું. દીપિકાએ ફિલ્મનો ફર્સ્ટ લુક 25 માર્ચે રિલીઝ કર્યો હતો.

 

 

 

‘રાઝી’ ફેમ ડિરેક્ટર મેઘના ગુલઝાર ‘છપાક’ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની બાયોપિક છે. આ ફિલ્મથી દીપિકા પ્રોડ્યૂસર તરીકે ડેબ્યુ કરી રહી છે. તે આ ફિલ્મ ફોક્સ સ્ટાર સ્ટુડિયો સાથે કો-પ્રોડ્યૂસ કરી રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.

દીપિકા અને વિક્રાંતનો થોડા દિવસ પહેલાં એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં દીપિકા ‘લક્ષ્મી’ના રૂપમાં દિલ્હીના રસ્તાઓ પર વિક્રાંત સાથે ફરી રહી હતી. તેમ છતાં લોકો તેને ઓળખી શક્યા ન હતા. વિક્રાંત મેસી ડિજિટલ પ્લેટફોર્મ પર ખૂબ ફેમસ છે. ‘ક્રિમિનલ જસ્ટિસ’, ‘બ્રોકન બટ બ્યુટીફૂલ’, ‘મિર્ઝાપુર’ જેવી વેબ સિરીઝથી તે વધુ જાણીતો બન્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments