Tuesday, September 28, 2021
Homeદીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ની સુંદર કેમિસ્ટ્રી નજર આવશે લોયડ ના...
Array

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ની સુંદર કેમિસ્ટ્રી નજર આવશે લોયડ ના નવા કેમ્પેન માં

બોલિવૂડ ડેસ્ક: ભારતની પ્રખ્યાત અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બ્રાન્ડ, લોયડ બ્રાન્ડ એર કંડીશનર, સ્માર્ટ એલઇડી ટીવી, વોશિંગ મશીન જેવી કેટલીયે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ માટે પ્રખ્યાત છે. હવે બ્રાન્ડ બોલિવૂડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને પહેલીવાર પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લઇ રહ્યા છે. હંમેશાં પોતાની શ્રેષ્ઠ પ્રોડક્ટ્સથી યુવાનો અને સમજદાર ગ્રાહકોનું દિલ જીતનાર આ બ્રાન્ડે રિયલ લાઈફ કપલને પસંદ કર્યું છે. બ્રાન્ડના મૂલ્યોને ધ્યાનમાં રાખીને લોયડ “ખ્યાલ રખેંગે, ખુશ રખેંગે”ના મેસેજ સાથે પોતાના કેમ્પેનની શરૂઆત કરશે, જે કપલ્સના જીવનની સુંદર કેમિસ્ટ્રીને દર્શાવે છે.

આ કેમ્પેનમાં દીપિકા અને રણવીરના ઘરની લાઇફસ્ટાઇલની ઝલક દેખાડવામાં આવશે કે, કેવી રીતે આ કપલ પોતાના ઘરમાં એકબીજાનું ધ્યાન રાખે છે. લોયડ પ્રોડક્ટ્સ દ્વારા કેવી રીતે તેઓ એકબીજાની સાર-સંભાળ રાખે છે અને દરરોજ નાના-નાના નુસખાઓથી તેઓ કેવી રીતે પોતાના પ્રેમનો એકરાર કરે છે. નવા જમાનામાં લોકો પોતાની વ્યસ્ત લાઈફના કારણે પોતાના પ્રેમનો એકરાર કરી શકતા નથી. આ કેમ્પેન યુવા કપલ્સને એક શિખામણ આપશે કે કેવી રીતે સારી લાઇફસ્ટાઇલની સાથે તમે તમારા સૌથી નજીકના લોકોનું ધ્યાન રાખી શકો છો.

લોયડ બ્રાન્ડ હંમેશાં એવા ઉત્પાદનોને રજૂ કરે છે જે ઇન્ડિયન કસ્ટમર્સની વિકસિત લાઈફ સ્ટાઇલની જરૂરિયાતો મુજબ બનેલા હોય છે. તેની સાથે જ ઇનોવેટિવ ટેક્નોલોજીથી બનેલા લોયડના તમામ પ્રોડક્ટ્સ યુવાનોની સાથે તમામ વર્ગને અનુરૂપ હોય છે. આ વખતે પણ લોયડ એક અલગ રૂપ સાથે એક નવા અંદાજમાં, બ્રાન્ડ વાસ્તવિક જીવનની સુંદર કેમિસ્ટ્રીને બોલિવૂડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને કેપ્ચર કરી રહ્યું છે. લોયડ AC માત્ર 45 સેકન્ડમાં જ 18 ડિગ્રી સેલ્સિયસનું રેપિડ કૂલિંગ આપે છે. આટલું જ નહીં પણ ઘરનું વીજળીનું બિલ પણ વધુ આવતું નથી. લોયડ બ્રાન્ડ વીતેલા કેટલાયે વર્ષોથી એર કંડીશનર માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બનેલો છે. જે ગરમી અને આ ભાગદોડ ભરેલી જિંદગીમાં ઠંડી હવા સાથે તરત રાહત આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments