દીપિકા પાદુકોણ સુપરસ્ટાર સલમાન ખાન સાથે રોમાન્સ કરશે?

0
0

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાને બોલિવૂડની મોટાભાગની લીડિંગ એક્ટ્રેસિસ સાથે કામ કર્યું છે. પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ, ઐશ્વર્યા રાય, માધુરી દીક્ષિત તો આલિયા ભટ્ટ સાથે ‘ઈન્શાઅલ્લાહ’માં કામ કરશે. જોકે, હજી સુધી સલમાને એકટ્રેસ દીપિકા પાદુકોણ સાથે કામ કર્યું નથી. બંનેએ એકબીજા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ હજી સુધી એક પણ ફિલ્મમાં સાથે જોવા મળ્યાં નથી. જોકે, હવે ચર્ચા છે કે સલમાન ખાનની ‘કિક 2’ માટે દીપિકા પાદુકોણનો સંપર્ક કરવામાં આવ્યો છે.

‘કિક’ માટે દીપિકા જ પહેલી પસંદ હતી
2014માં રિલીઝ થયેલી ‘કિક’ માટે મેકર્સે સૌ પહેલાં દીપિકા પાદુકોણનો જ સંપર્ક કર્યો હતો. જોકે, કેટલાંક કારણોસર દીપિકા આ ફિલ્મ કરી શકી નહીં અને તેના સ્થાને જેક્લીન ફર્નાન્ડિઝ જોવા મળી હતી. હવે મેકર્સે ફરીવાર ફિલ્મની સીક્વલ માટે દીપિકા પાદુકોણનો સંપર્ક કર્યો છે.

દીપિકા ફિલ્મમાં પાવરફૂલ રોલ ઈચ્છે છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકા ફિલ્મમાં સલમાન ખાનની ટિપિકલ હિરોઈનનો રોલ કરવા માંગતી નથી. ફિલ્મમાં જે રીતે સલમાનનો રોલ પાવરફૂલ હોય છે, તે જ રીતે દીપિકા પોતાનો રોલ દમદાર ઈચ્છે છે. ‘કિક’ના ડિરેક્ટર સાજીદ નડિયાદવાલાએ સીક્વલમાં એક્ટ્રેસના રોલ પર વધુ કામ કર્યું છે.

‘કિક 2’માં બે એક્ટ્રેસિસ
માનવામાં આવે છે કે ‘કિક 2’માં એક નહી પણ બે એકટ્રેસિસ જોવા મળશે. દિશા પટનીને સલમાન ખાન આ ફિલ્મમાં લેવા માંગે છે. હવે જોવાનું એ છે કે દીપિકા ‘કિક 2’માં કામ કરવા તૈયાર થાય છે કે નહીં. હાલમાં દીપિકા ન્યૂયોર્કમાં આયોજીત મેટગાલા ઈવેન્ટમાં ભાગ લેવા ગઈ છે.

‘ભારત’માં વ્યસ્ત
સલમાન ખાન હાલમાં પોતાની ફિલ્મ ‘ભારત’માં વ્યસ્ત છે. આ ફિલ્મ પાંચ જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. તો દીપિકા પાદુકોણ ‘છપાક’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. મેઘના ગુલઝારની આ ફિલ્મ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. ફિલ્મનો ફર્સ્ટ લુક થોડાં સમય પહેલાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here