દીવના નાગવા બીચ પર દરીયામાં ન્હાવા પડેલા રાજકોટના બે વિદ્યાર્થીઓ લાપતા

0
22

દીવના નાગવા બીચ પર દરીયામાં ન્હાવા પડેલા બે વિદ્યાર્થીઓ લાપતા થયાં છે. રાજકોટની જવાહર શીશુ વિહાર માધ્યમિક શાળાના આ વિદ્યાર્થીઓ છે. જેમાંથી અજય નથુભાઈ કોરડિયા અને પ્રિત કિશોરભાઈ રાઠોડ નામના વિદ્યાર્થી લાપતા થયા છે. બંને વિદ્યાર્થીઓની શોધખોળ ચાલી રહી છે. દીવ એસપી, મામલતરાદ સહિત ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે છે. ઘટનાને પગલે શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ છે. સ્કૂલના 107 વિદ્યાર્થીઓ સ્કૂલ બસ દ્વારા પિકનીક માટે આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here