દીવમાં નશો કરેલી હાલતમાં યુવક ડિવાઇડ ક્રોસ કરવા જતા ચાલુ કાર સાથે અથડાયો,

0
32

દીવ:ગઈકાલે દીવના ધોધલા કોલોની વિસ્તારમાં બારમાંથી નશો કરેલી હાલતમાં યુવક ડિવાઈડર ક્રોસ કરવા જતા ચાલુ કાર સાથે અથડાયો હતો. જેમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ધોધલાનાં રાહત બાર પાસે આ ઘટના બની હતી. જેમાં નશાની હાલતમાં યુવક ડીવાઈડર ક્રોસ કરવા જતો હતો. તે દરમિયાન સામેની તરફથી આવતી કાર સાથે અથડાયો હતો. જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોત જોતામાં લોકોનું ટોળું એકઠુ થઈ ગયું હતું અને યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.