દીવમાં 12 વર્ષનાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનાં કાર્યનાં પ્રયાસ બાદ જાનથી મારી નાખવાની કોશિશ

0
49

દીવમાં માનવતા સર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. દીવનાં ભૂચર વાડા ખાતે ૧૨ વર્ષ ના બાળક સાથે પ્રકૃતિ વિરુદ્ધ કાર્ય કરવા બળજબરી કરવાનાં પ્રયાસ બાદ બાળક પર જીવલેણ હુમલો કરી મારી ને ફેકી દેવામાં આવ્યો હતો. 12 વર્ષનો કિશોર વિકાસ શુક્રવારે બપોરે અચાનક લાપતા થયા બાદ તેના માતા-પિતાએ શોધખોળ આદરી હતી. ત્યારે ભૂચરવાડા ગામ ખાતે જિંગા ફાર્મ પાસે બાળક લોહીથી લથપથ ગંભીર હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે લઈ જવાયો હતો પરંતુ ત્યારે મોડું થઇ ગયું હતું. તો હોસ્પિટલનાં તબીબે કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાની આશંકા જતાવી હતી.

દીવનાં ભૂચરવાડા ગામ ખાતે મજૂર પરિવારનાં 12 વર્ષીય માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરનાર આરોપીને જડપી લેવામાં આવ્યો છે. દીવનાં ભૂચરવાડા ખાતે ખૂનમાં લથપથ ઘાયલ બાળક મળી આવતા દીવ પંથકમાં ચકચાર મચવા પામી છે. પ્રાપ્ત જાણકારી મુજબ દીવના ભૂચરવાડા ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં મજૂરી કામ કરનાર રાજુલાના સાસબંદર ગામના વનરાજ ગુજરિયા નામના વ્યક્તિનો 12 વર્ષનો બાળક વિકાસ વેકેશન હોવાથી તેના માતાપિતા સાથે સમય વ્યતીત કરવા દીવ આવ્યો હતો. પુત્ર  શુક્રવારે ભર બપોરે અચાનક લાપતા થયા બાદ તેના માતા – પિતા તેમજ સાથી કામદારો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ બાળકની ક્યાંય ભાડ મળી ન હતી.

ખુબ શોધખોળ બાદ ભૂચરવાડા ગામ ખાતે જિંગા ફાર્મ પાસે અવાવરી જગ્યા પર માસૂમ બાળક ખૂનમાં લથપથ અને ખુબજ ગંભીર હાલતમાં મળી આવતા પિતા દ્વારા સારવાર માટે દીવની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે પ્રાથમિક સારવાર આપી દીવથી ઉના રિફર કર્યો હતો. તો બાળક ની હાલત અત્યંત ગંભીર હોવાનાં કારણે ઉના થી રાજકોટ રીફર કરવામાં આવ્યો છે. સારવાર દરમ્યાન બાળક સાથે સૃષ્ટિ વિરદ્ધનું કાર્ય કરવાનો પ્રયાસ થયો હોય તેવી આશંકા થઈ રહી હતી કારણ કે. બાળકના ગુપ્તાંગો પર પણ ઈજાઓ પહોંચાડવામાં આવી છે.

ઘટનાની દીવ પોલીસને જાણ થતાં પોલીસ અને દીવ બાળ સંરક્ષણ એકમ અધિકારીએ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા. મજૂર વનરાજ સાથે કામ કરનાર 22 જેટલા મજૂરોની પૂછતાછમાં મૂળઉત્તર પ્રદેશનાં રહેવાસી રિઝવાન ઈકબાલ નામક યુવાકે કિશોર વિકાસ પર જાતીય સતામણી કરી હોવાનું અને વિકાસ દ્વારા તેનો વિરોધ કરવાથી તેની પર જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવી જતા પુલિસ દ્વારા ૩૦૭ કલમ લગાવીને આરોપીની ધરપકજ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.