દીવ માં સાંજે ગુમ થયેલો 12 વર્ષ નો તરૂણ રાત્રે માથા – મોઢા અને ગુપ્ત ભાગે ઇજા સાથે મળ્યો!

0
42

રાજકોટ: રાજુલાના સાસા બંદરે રહેતાં વનરાજભાઇ ગુજરીયા કેટલાક દિવસથી તેમના પત્ની સાથે દીવ ભુચરવાડામાં ચાલતી કડીયા કામની સાઇટ પર મજૂરીએ આવે છે. તેને સંતાનમાં ત્રણ દિકરા અને એક દીકરી છે. જેમાં બીજા નંબરનો વિકાસ (ઉ.12) ધોરણ-7માં અભ્યાસ કરે છે. હાલમાં વેકેશન ચાલતું હોય ગઇકાલે માતા-પિતા સાથે તે પણ દીવ કડીયાકામની સાઇટ પર આવ્યો હતો. અહીં સાંજે સાડાચાર સુધી તે સાઇટ પાસે રમતો જોવા મળ્યો હતો. પાંચ પછી માતા-પિતા કામ પૂરૂ કરી ઘરે જવા તૈયારી કરતાં હતાં ત્યારે પુત્ર વિકાસ જોવા ન મળતાં ઠેર-ઠેર શોધખોળ કરી હતી. પરંતુ વિકાસનો પત્તો મળ્યો નહોતો. આથી પોલીસને જાણ કરતાં પોલીસ પણ શોધખોળ કરવા લાગી હતી. અંતે કેટલાક મજૂરો સાઇટ પાછળ બંદર તરફ તપાસ કરવા ગયા ત્યારે સ્કૂલના પાછળના ભાગેથી વિકાસ મોઢા-માથા અને ગુપ્ત ભાગ પર ગંભીર ઇજા થયેલી હાલતમાં લોહીલૂહાણ
મળી આવ્યો હતો.

વિકાસ અર્ધબેભાન અવસ્થામાં પોતાને એક શખ્સ લઇ ગયાનું રટણ કરતો હતો. તેમજ પોતાને જ્યાં લઇ જવાયો હતો એ જગ્યા પોતે બતાવી શકે તેમ હોવાનું પણ બોલતો હતો. જો કે ઇજાને કારણે આંખ ખુલી શકતી નથી તેમજ તે પૂરો ભાનમાં ન હોય તેની સાથે શું બન્યું? તેને શું કામ માર મારવામાં આવ્યો? તે સહિતના સવાલો અણઉકેલ રહ્યા છે. સૃષ્ટી વિરૂદ્ધના કૃત્યના ઇરાદે બાળકને લઇ જવાયાની અને બાદમાં તેમાં સફળ ન થતાં હવસખોરોએ તેને આ રીતે મારકૂટ કર્યાની શંકા સેવાઇ રહી છે. જો કે તબીબી તપાસમાં વિકાસ સાથે કોઇ કુકર્મ થયાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાયું નથી. વિકાસને દીવ સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

પોલીસે રાત્રે જ 20 શખ્સોની અટકાયત કરી

દીવ પોલીસ મથકના પીએસઆઇ નગીન પટેલ સહિતની ટીમ પણ તપાસ માટે રાજકોટ આવી છે અને વિકાસ ભાનમાં આવે તેની રાહ જોઇ રહી છે. બાળક સાથે કંઇ અજૂગતું કરવાનો પ્રયાસ થયાની શંકાએ તપાસ થઇ રહી છે. પોલીસે રાત્રે જ વીસ જેટલા શખ્સોને પૂછતાછ માટે ઉઠાવી લીધા છે. પણ આ તમામ આ બાળક વિશે કંઇ જાણતા ન હોવાનું રટણ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here