અનિચ્છિય વાળને હટાવવા માટે છોકરીઓ વેક્સિંગ અથવા લેઝર ટ્રીટમેન્ટનો સહારો લે છે. પરંતુ એમાં ખૂબ જ દુખાવો થાય છે. સાથે જ કેટલીક વખત એની સાઇડ ઇફેક્ટ્સ પણ જોવા મળે છે. એવામાં ઘરેલૂ નુસ્ખા તમારા માટે સારો વિકલ્પ છે. આજે અમે તમને 2 એવા હોમમેડ પેક માટે જણાવીશું, જેમાં તમે કોઇ દુખાવા વગર અને સાઇડ ઇફેક્ટ્સની અનિચ્છિય વાળથી છુટકારો મળી જશે.
ચહેરા પર અનિચ્છિ વાળની સમસ્યા મોટાભાગે સ્ટ્રેસ, પીસીઓડી અને હાઇ ટેસ્ટોસ્ટેરેનના કારણે થાય છે. જો તમે પણ વેક્સિંગની સાઇડ ઇફેક્ટથી જરો છો તો આજે અમે તમને કેટલાક ઘરગથ્થૂ ઉપચાર જણાવીશું, જેનાથી અનિચ્છિ વાળથી છુટકારો મેળવી શકાય છે.
અનિચ્છિય વાળો માટે હોમમેડ પેક
પપૈયું અને હળદરનો પેક
કાચા પપૈયામાં પપાઇન નામનું સક્રિય એન્ઝાઇમ હોય છે, જે વાળના રોમ છિદ્રોમાં ફેલાવે છે, જેનાથી વાળ ધીરે ધીરે ખરવા લાગે છે. ઉપરાંત આ પેકને લગાવવાથી સ્કીન કોશિકાઓ દૂર થાય છે અને સ્કીનમાં નિખાર આવે છે.
કેવી રીતે બનાવશો?
પપૈયાની છોલીને એના ટુકડા કરો અને મિક્સરમાં નાંખીને ગ્રેન્ડર કરો. પછી પપૈયાની પેસ્ટમાં 1/2 ટીસ્પૂન હળદર મિક્સ કરો. પછી આ પેસ્ટને ચહેરા, હાછ, પગ અને જ્યાં જ્યાં અનિચ્છય વાળ હોય ત્યાં લગાવીને 15 મીનિટ માટે રાખી મૂકો. ત્યારબાદ મસાજ કરતાં પેકને પાણીથી સાફ કરો. સપ્તાહમાં 2 વખત એનો નિયમિત રૂપથી ઉપયોગ કરો. વાળ ધીરે ધીરે ગુમ થઇ જશે.
બેસન અને દૂધ પેક
બેસનનો ઉપયોગ માત્ર સુંદરતા વધારવા માટે નહીં પરંતુ અનિચ્છય વાળને હટાવવા માટે પણ કરવામાં આવે છે. એનાથી તમને અનિચ્છિ વાળની સાથે સાથે સ્કીન પર ગ્લો પણ વધશે.
કેવી રીતે બનાવશો?
આ પેક બનાવવા માટે 1/2 વાટકી બેસન, 1/2 વાટકી દૂધ, 1 ટીસ્પૂન હળદર પાઉડર અને 1 ટીસ્પૂન ફ્રેશ ક્રીમ મિક્સ કરીને અડધા કલાક માટે રાખી મૂકો, ત્યારબાદ જ્યાં વાળ હોય ત્યાં લગાવીને 30 મીનિટ સુધી રાખી મૂકો.. જ્યારે સૂકાઇ જાય ત્યારે નવશેકા પાણીથી સ્ક્રબ કરતાં એને નિકાળી દો.