Thursday, August 11, 2022
Homeદુનિયાના 500 અમીરોમાં 19 ભારતીયો, ટોપ-10માં કોઈ નહીં, મુકેશ અંબાણી 12માં ક્રમે
Array

દુનિયાના 500 અમીરોમાં 19 ભારતીયો, ટોપ-10માં કોઈ નહીં, મુકેશ અંબાણી 12માં ક્રમે

- Advertisement -

નવી દિલ્હી: દુનિયાના 500 સૌથી વધુ અમીર લોકોમાં કુલ 19 ભારતીયો છે. પરંતુ ટોપ-10માં કોઈ નથી. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ 12માં ક્રમે છે. તેમની નેટવર્થ 48 અબજ ડોલર (3.40 લાખ કરોડ) છે.

બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સ દુનિયાના 500 અમીરોનું રેન્કિંગ દર્શાવે છે. જે રોજ અમેરિકન શેરબજાર બંધ થયા પછી નેટવર્થના આધારે નક્કી થાય છે.

અલ્ફાબેટના પ્રેસિડન્ટ બ્રિન 10માં નંબરે
ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટના પ્રેસિડન્ટ સર્ગે બ્રિનની નેટવર્થ 53.2 અબજ ડોલર (3.77 લાખ કરોડ) છે. બિલેનિયર ઈન્ડેક્સમાં તેઓ 10માં નંબરે છે. મુકેશ અંબાણીની નેટવર્થમાં રૂ. 37,000 કરોડનો વધારો થશે ત્યારે તેઓ બ્રિનને બરાબર પહોંચશે.
મુકેશ અંબાણીની નેટવર્થ જેકથી 45,000 કરોડ વધારે
જુલાઈ 2018માં મુકેશ અંબાણી એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ બન્યા હતા. તેમણે ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીના અલીબાબા ફાઉન્ડર અને ચેરમેન જેક માને પાછળ મૂકી દીધા હતા. બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સમાં જેકમાં હાલ 19માં ક્રમે છે. તેમની નેટવર્થ 41.6 અબજ ડોલર (રૂ. 2.95 લાખ કરોડ) છે. તેઓ ચીનના સૌથી વધુ અમીર વ્યક્તિ છે.
રિલાન્યસના શેરમાં તેજી આવતા મુકેશ અંબાણીને ફાયદો થયો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત 3 ક્વાર્ટરથી રેકોર્ડ પ્રદર્શન કરી રહી છે. 2018થી ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસીક ગાળામાં કંપનીને 10,000 કરોડ રૂપિયાથી વધારે નફો થયો હતો. આટલો ત્રિમાસીક નફો કરનારી તે દેશની પહેલી ખાનગી કંપની છે. ફેબ્રુઆરી 2018થી અત્યાર સુધી રિલાન્યન્સના શેરે 33 ટકા રિર્ટન આપ્યું છે. તેનાથી મુકેશ અંબાણીની નેટવર્થમાં નોંધપાત્ર વધારો થયો છે. તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા શેરધારક છે.
ટોપ-50માં 2 અને ટોપ-100માં 4 ભારતીય
બિલેનિયર ઈન્ડેક્સમાં મુકેશ અંબાણી પછી વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી બીજા ક્રમના સૌથી વધારે ભારતીય છે. તેમની રેન્ક 46મી અને નેટવર્થ 19.3 અબજ ડોલર (1.37 લાખ કરોડ રૂપિયા) છે. ત્યારપછી આર્સેલર મિત્તલ સ્ટીલના ચેરમેન લક્ષ્મી મિત્તલનો નંબર આવે છે. ઈન્ડેક્સમાં 80માં નંબરમાં સામેલ મિત્તલની કુલ નેટવર્થ રૂ. 1.05 લાખ કરોડ છે. એચસીએલના ફાઉન્ડર શિવ નડાર 85માં ક્રમે છે અને તેમની કુલ નેટવર્થ 1.02 લાખ કરોડ છે.
બેજોસ દુનિયાના સૌથી અમરી વ્યક્તિ, નેટવર્થ 9.58 લાખ કરોડ
અમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ જેફ બેજોસ ઘણાં સમયથી દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓના લિસ્ટમાં ટોપ પર છે. તેમની નેટવર્થ 9.58 લાખ કરોડ છે. તેઓ બ્લૂમબર્ગ ઈન્ડેક્સમાં સામેલ 9 ભારતીયોની નેટવર્થ બરાબર છે. ઈન્ડેક્સમાં બીજા નંબર સામેલ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સની નેટવર્થ 6.97 લાખ કરોડ રૂપિયા છે. તે બેજોસ કરતાં 2.61 લાખ કરોડ રૂપિયા ઓછી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular