Saturday, October 23, 2021
Homeદુબઈના શાસકની લાપતા પુત્રી સોંપવાના બદલે ભારતને મળ્યો મિશેલઃ રિપોર્ટ
Array

દુબઈના શાસકની લાપતા પુત્રી સોંપવાના બદલે ભારતને મળ્યો મિશેલઃ રિપોર્ટ

લંડનઃ  ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલના આરોપી ક્રિશ્ચિયન મિશેલના પ્રત્યાર્પણના બદલે ભારતે સંયુક્ત આરબ અમીરાતના શાસકને તેમની ગુમ થયેલી દીકરી સોંપી હતી. પ્રિન્સેસ લતીફા છેલ્લાં કેટલાંક મહિના પહેલાં દુબઈથી સમુદ્રના રસ્તે ભાગી હતી, પરંતુ ભારતીય નેવીએ પોતાના સમુદ્રી ક્ષેત્રથી પસાર થતાં સમયે પકડી લીધી હતી. બ્રિટિશ અખબાર ધ સન્ડે ટેલીગ્રાફના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

 

માર્ચમાં છેલ્લે જોવા મળી હતી પ્રિન્સેસ

રિપોર્ટ મુજબ પ્રિન્સેસ લતીફા અને તેની દોસ્ત ટીના જોહિયાનેને ગત વર્ષે ફ્રેંચ ઈન્ટેલિજન્સના જાસૂસની મદદથી યાટમાં બેસીને ભાગી હતી. જેના માટે તેમને પોતાનો વેષ બદલ્યો  હતો. એવો દાવો કરાઈ રહ્યો છે કે પ્રિન્સેસ લતીફા મનોરોગી છે અને તેને દવાઓનો ભારે ડોઝ આપવામાં આવે છે. એવો પણ દાવો કરાય છે કે તે છેલ્લી વખત 5 માર્ચે એક હોડીમાં અમીરાત અને ભારતીય નૌસેનાના અધિકારીઓની સાથે જોવા મળી હતી.

ટેલીગ્રાફે પોતાના રિપોર્ટમાં નવી દિલ્હીના યુરોપીય અને એશિયાઈ સૂત્રોના અહેવાલથી જણાવ્યું છે કે આ ડીલ માટે ભારત તરફથી રજૂઆત કરવામાં આવી હતી. મિશેલની કાયદાકીય ટીમના એક સભ્યએ પણ આ અંગે આશંકા વ્યક્ત કરી છે.

ગુનાકીય ષડયંત્રનો આરોપ

મિશેલ પર હેલિકોપ્ટર ડીલમાં ગુનાકીય ષડયંત્રનો આરોપ લાગ્યો હતો. જેમાં પૂર્વ વાયુસેના પ્રમુખ એસપી ત્યાગી, તેમના પરિવારના સભ્યો અને અધિકારીઓના નામ પણ છે. એવું પણ કહેવાય છે કે અધિકારીઓએ પોતાના પદનો દુરુપયોગ કરીને VVIP  હેલિકોપ્ટરની સર્વિસ સીલિંગની (ઉંચાઈ સુધી ઉડાન ભરવાની ક્ષમતા) નક્કી કરેલી સીમા 6000 મીટરથી ઓછી કરાવીને 4500 કરાવી હતી. સીલિંગ ઓછી થવાથી 556.262 મિલિયન યૂરો (લગભગ 44 લાખ કરોડ રૂપિયા)ના હેલિકોપ્ટર કોન્ટ્રાક્ટ પર સહમતી બની હતી. જેના માટે રક્ષા મંત્રાલય (UPA-2)એ 8 ફેબ્રુઆરી, 2010નાં રોજ 12 વીવીઆઈપી હેલિકોપ્ટર માટે પૈસા આપી દીધાં હતા.

રક્ષા ડીલમાં વચેટિયાની ભૂમિકા ભજવતો હતો મિશેલ

મિશેલ કંપનીમાં 1980થી કામ કરી રહ્યો હતો. તેના પિતા પણ કંપનીમાં ભારતીય ક્ષેત્રના મામલાઓમાં સલાહકાર હતા. સીબીઆઈનું કહેવું છે કે મિશેલ ઘણી વખત ભારત આવતો જતો હતો અને રક્ષા ડીલમાં વાયુસેના તેમજ રક્ષા મંત્રાલય વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવતો હતો. મિશેલને વાયુસેના અને રક્ષા મંત્રાલયના અધિકારો તરફથી સુચનાઓ મળતી હતી. મળતી જાણકારીઓ તે ઈટાલી અને સ્વિટ્ઝરલેન્ડ ફેક્સથી મોકલતો હતો. આ મામલે ચીફ એસપી ત્યાગીની 2016માં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાગી પર આરોપ છે કે તેને ડીલને એટલી પ્રભાવિત કરી હતી કે કોન્ટ્રાક્ટ ઈટાલીની ઓગ્સ્ટા વેસ્ટલેન્ડ કંપનીને જ મળે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments