Thursday, October 21, 2021
Homeદુષ્કર્મના આરોપી આલોક નાથ ફિલ્મ 'મેં ભી'માં જજ બનીને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પર...
Array

દુષ્કર્મના આરોપી આલોક નાથ ફિલ્મ ‘મેં ભી’માં જજ બનીને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પર સુનાવણી કરશે

બોલિવૂડ ડેસ્ક: યૌન શોષણ અને રેપના આરોપોમાં ફસાયેલા એક્ટર આલોક નાથ પર સિને એન્ડ ટીવી એસોસિએટ (CINTAA)એ બેન લગાવી દીધો હતો. આલોક પર અદાલતમાં કેસ ચાલી રહ્યો છે. કેસ ચાલવા અથવા આલોકને ક્લિનચીટ આપવા સુધી પર તેમના પર આ બેન રહેશે. એટલે કે ત્યાં સુધી આલોક કોઈપણ ટીવી કે ફિલ્મનો ભાગ બની શકશે નહીં, પણ મુંબઈ મિરરના એક રિપોર્ટ મુજબ આલોક #maibhi નામની એક ફિલ્મમાં કામ કરી રહ્યા છે જેમાં તેઓ એક જજનો રોલ પ્લે કરી રહ્યા છે. હેરાનીની વાત એ છે કે, ફિલ્મમાં જજ બનેલા આલોક જે કેસની સુનાવણી કરી રહ્યા છે તે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો છે.

ફિલ્મના અંતમાં આલોક યૌન શોષણ પર ભાષણ આપશે

  • મુંબઈ મિરરે આ બાબતે આલોક સાથે વાત કરતા તેને કહ્યું કે, આ ફિલ્મનું શૂટિંગ મેં થોડા સમય પહેલા કર્યું હતું. હું હાલ કોઈ ફિલ્મ કરી રહ્યો નથી.
  • ફિલ્મમાં કામ કરી રહેલા અન્ય એક્ટર્સ ઇમરાન ખાન, ખાલિદ સિદ્દીકી અને શાહવર અલી સાથે જ્યારે આ બાબતે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે – આલોક આ ફિલ્મનો ભાગ છે અને ફિલ્મના અંતમાં તેઓ યૌન શોષણ બાબતે ભાષણ પણ આપશે.
  • આ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મમાં મુકેશ ખન્ના અને શાહબાજ ખાન વકીલના રોલમાં છે. ફિલ્મ ચાઈલ્ડ મોલેસ્ટેશન પર આધારીત છે જેમાં બાળકો અને ખાસ કરીને છોકરાઓ સાથે થતાં યૌન શોષણને દર્શાવાયું છે.

વિનતા નંદાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો 

આલોકનાથ 90ના દશકામાં ટીવી શો તારાનો એક ભાગ હતા. આ ફિલ્મના રાઇટર-પ્રોડ્યુસર વિનતા નંદાએ થોડા સમય પહેલા ગયા વર્ષે #metoo કેમ્પેઈનના માધ્યમથી આલોક પર રેપનો આરોપ લગાવ્યો હતો. વિનતાએ અચાનક જ સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી જણાવીને સૌને ચોંકાવી દીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments