Wednesday, September 22, 2021
Homeદુષ્કર્મ : બેંગ્લોરની એન્જિનિયર યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી યુવકે...
Array

દુષ્કર્મ : બેંગ્લોરની એન્જિનિયર યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી યુવકે રેપ કર્યો

બેંગ્લોરની કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતી 24 વર્ષની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી યુવકે રેપ કર્યો હતો. યુવકના કારણે યુવતીએ બેંગ્લોરમાં સારી કંપનીમાં જોબ છોડી સુરત આવી હતી. ભાડેના મકાનમાં યુવતીને રાખી આરોપીએ પોતે મુંબઈ સેન્ટ્રલ ખાતે મોબાઇલનો ધંધો શરૂ કરી ત્યાં રહેવા લાગ્યો હતો.

લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યા હતા
આરોપી અઠવાડિયામાં 3 દિવસ સુરતમાં યુવતી સાથે રહેતો હતો. યુવતીને લગ્નની લાલચ આપી જબરજસ્તી શરીર સંબંધ પણ બાંધ્યા હતા. એક વર્ષથી આરોપી રમેશ રઘુવીર માલી યુવતી સાથે અમરોલી છાપરાભાઠામાં ભાડેના મકાનમાં રહેતો હતો. છેલ્લા 4 મહિનાથી યુવતીને મળવા પણ આવતો ન હતો અને તેનો નંબર બ્લોક કરી દીધો હતો. ઉપરથી યુવતીએ લગ્નની વાત કરી તો યુવકે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેના કારણે યુવતીએ અમરોલી પોલીસમાં ફરિયાદ આપી હતી.

ધંધો શરૂ કરવાની વાત કરી યુવતીની જોબ છોડાવી દીધી
પોલીસે આરોપી રમેશ માલી સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. આ મામલે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીના ભાઈની બેંગ્લોરમાં મોબાઇલની દુકાન છે. જ્યાં યુવતી મોબાઇલનું રીચાર્જ અને રિપેરીંગ કરાવવા જતી હતી ત્યારે બન્નેની મુલાકાત થઈ હતી. આરોપી રમેશ માલીએ યુવતીને મુંબઈમાં મોબાઇલનો ધંધો શરૂ કરવાની વાત કરી બેંગ્લોરમાં સારી કંપનીમાંથી જોબ છોડાવી એક વર્ષ પહેલા સુરત લઈને ચાલી આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments