દૂધ સાથે ભૂલથી પણ આ વસ્તુઓનું ન કરો સેવન, નહીં તો…

0
109

દુધમાં ઘણાં પોષક તત્વો હોય છે. જે આરોગ્ય માટે ખુબ જ જરૂરી હોય છે, પણ શું તમે જાણો છો કે, એવી ઘણી વસ્તુંઓ છે જેને દુધ સાથે ખાવાથી શરીરને ખરાબ અસર થઇ શકે છે. આજે અમે તમને જણાવશું એવી વસ્તું વિશે જેને દુધ સાથે ભુલથી પણ ન આવી જોઇએ.

દુધ સાથે દહી ક્યારેય ન ખાવું જોઇએ. કારણ કે, દુધ સાથે દહી ખાવાથી એસિડિટી, ગેસ અને ઉલ્ટીની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત દુધ સાથે અડદની દાળ પણ ન ખાવી જોઇએ.

દુધ પીધા પહેલાં કે પછી કોઇ પણ પ્રકારના ખાટા ફળ ન ખાવા જોઇએ. ખાટા ફળ ખાવાથી પાચનશક્તિમાં ઘટાડો થાય છે અને ઉલ્ટીની સમસ્યા થાય છે. ખાસ કરીને દુધ સાથે કેળા ન ખાવા જોઇએ. કારણ કે, કેળા અને દુધ બંને કફ બનાવે છે. બંને સાથે ખાવાથી પાચન પર ખુબ ખરાબ અસર પડે છે.

ઘણા લોકો નાસ્તામાં દુધ સાથે બ્રેડ-બટર લે છે, પરંતુ દુધ પોતે એક આહાર છે. આ બધી વસ્તું દુધ સાથે લેવાથી પેટમાં ગરબડ રહે છે. કારણ કે, આર્યુવેદ અનુસાર પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફૈટની વધારે માત્રા સાથે વાળી વસ્તુ સાથે દુધ ન લેવી જેઇએ.

આ ઉપરાંત દુધ અને માછલીને સાથે ક્યારેય ન ખાવું જોઇએ. આ બંને જોડે લેવાથી ગેસ અને ત્વચાના રોગો થઇ શકે છે. દુધને પૂર્ણ આહાર કહેવામાં આવે છે, તેમાં વિટામિન, પ્રોટીન, લૈક્ટૉસ, શુગર અને મિનરલના બધા તત્વો હોય છે.

આ ઉપરાંત દુધ સાથે તેલ કે, તળેલી વસ્તુ તો ભુલથી પણ ન ખાવી જોઇએ. આવી વસ્તુઓ ખાવાથી જીવલેણ બિમારીઓ થઇ શકે છે. રાત્રે સૂતાપહેલા ત્રણ કલાક અગાઉ દૂધ પીવું જોઇએ જેના કારણે તમને ઘણા ફાયદા થાય છે. રાત્રે બહુ ગરમ કરેલું દૂધ પીવાથી તે ઝેરનું કામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here