દેવસેના હવે ફિલ્મ જગતમાંથી દેવ થઈ જશે!! કારણ કંઈક એવું છે કે…

0
53

બાહુબલીની હિરોઈનને તો તમે જાણતા જ હશો, અનુષ્કા શેટ્ટી. હવે આ હિરોઈન એક -બે ખબરોને લઈને ચર્ચામાં છે, જો કે આ ખબરો માનવામાં આવે એવી છે. જાણો ચોંકાવનારી ખબર. અનુષ્કા શેટ્ટીની ફિલ્મ ‘સાઇલેન્સ’નું શૂટિંગ માર્ચથી શરૂ થવાનાં સમાચાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં તે આર. માધવન સાથે કામ કરશે, પરંતુ હવે એક્ટ્રેસ એક નવી જ વાતને લઇને ચર્ચામાં છે. જાણકારી પ્રમાણે અનુષ્કા પોતાના ફિલ્મી કેરિયર પર પૂર્ણ વિરામ લગાવવામાં જઈ રહી છે. આ વાત એ માટે પણ કહેવામાં આવી રહી છે કારણ કે અનુષ્કા છેલ્લા એક વર્ષથી એકપણ ફિલ્મમાં જોવા નથી મળી.

પ્રોડ્યુસર-રાઇટર કોણા વેંકટની ફિલ્મ છોડી દઇએ તો અનુષ્કાનું નામ બીજી એકપણ ફિલ્મ સાથે જોડાયેલું દેખાતું નથી. ફિલ્મ ‘બાહુબલી’માં મહત્વનું પાત્ર નીભાવનારી અનુષ્કા મોટા પડદા પર જોવા મળશે નહીં.

અનુષ્કાની ફિલ્મ ‘સાઇલન્સ’ની વાત કરીએ તો તેનું પોસ્ટર ગયા વર્ષે જાહેર કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ તેમા કોઇ જ નવું ઇમ્પ્રુવમેન્ટ સામે આવ્યું નથી. ફિલ્મનું પોસ્ટર જાહેર થયે લગભગ 6 મહિના થઇ ગયા છે. જો કે તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં હોલીવૂડ સ્ટાર માઇકલ મૈડકેન વિલનનું પાત્ર ભજવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here