દેશના ત્રીજા ભાગના હિસ્સામાં લૂનો કહેર: 145 શહેરોમાં 40 ડિગ્રીની ઉપર, ચુરુમાં 50.8 ડિગ્રી

0
22

નવી દિલ્હી / પૂણેઃ દેશનો બે તૃતિયાંશ ભાગ લૂની ઝપેટમાં છે. શનિવાર આ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો. દિલ્હી, લખનઉ, જયપુર, હૈદરાબાદ અને ચંદીગઢ સહિત 145 શહેરોમાં પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો. સરેરાશ તાપમાન 5 થી 7 ડિગ્રી વધુ રહ્યું. રાજસ્થાનના ગંગાનગરમાં 49.6 ડિગ્રીથી વધુ સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સતત બીજા દિવસે દેશમાં સૌથી વધુ તાપમાન છે. દિલ્હીમાં તાપમાન 46.6 ડિગ્રી રહ્યું. તે સામાન્યથી 6 ડિગ્રી વધુ છે. દેશમાં લૂ અંગે રેડ એલર્ટ જાહેર કરાઈ છે. હવામાન વિભાગે લોકોને ઘરમાં રહેવાની ભલામણ કરી છે. જૂનના પહેલા સપ્તાહમાં પણ ગરમીનો દોર ચાલુ રહી શકે છે.

રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં આગામી 48 ક્લાકમાં ધૂળભરી આંધીની શક્યતા છે. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે જૂનમાં તાપમાનમાં વધુ વધારો થશે. રાજસ્થાનમાં આ સમયે ઉત્તર પશ્ચિમી અને પશ્ચિમી ગરમ હવાઓ ચાલી રહી છે. આ ગરમીના કારણે ચોમાસામાં વિલંબ અને પ્રી મોનસૂન સીઝનમાં ઓછો વરસાદ થશે તેમ કહેવાય છે. ચોમાસુ 6 જૂનથી કેરળમાં પહોંચવાની આશા છે.

દેશમાં 7 શહેર વિશ્વનાં સૌથી ગરમ શહેર

16 રાજ્યોમાં લૂનો કહેર

ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી અને લૂની ઝપટમાં છે. રાજસ્થાન,પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તર પ્રદેશ, પૂર્વીય રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, મરાઠાવાડા, તેલંગાણા, ઝારખંડ અને ઉત્તર આંતરિક કર્ણાટક લૂની ઝપેટમાં છે.

અહીં આજે પણ પારો સામાન્યથી 6.4 ડિગ્રી વધુ રહેશે

પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણામાં 2થી 5 જૂન સુધી લૂન ચાલશે. અહીં પારો સરેરાશથી 4.5થી 6.4 ડિગ્રી વધુ રહેશે.

વિશ્વનાં સૌથી ગરમ શહેરઃ ભારતમાં 7, રાજસ્થાનના 4 શહેર
શહેર દેશ/રાજ્ય ડિગ્રી
બેનીના લીબિયા 51.9
ચુરુ રાજસ્થાન 50.8
શ્રીગંગાનગર રાજસ્થાન 49.6
જકોબાબાદ પાકિસ્તાન 49
બાંદા ઉત્તર પ્રદેશ 48.4
બહાવલનગર પાકિસ્તાન 47
સુર ઓમાન 47
બિકાનેર રાજસ્થાન 46.6
મિત્રિવા કુવૈત 46.6
જેસલમેર રાજસ્થાન 46.5
દમોહ મધ્યપ્રદેશ 46.4
માતમ સેનેગલ 46.3
ખરગા ઇજિપ્ત 46.2
નવી દિલ્હી નવી દિલ્હી 46.2
સીબી પાકિસ્તાન 46.1

 

27 વર્ષમાં લૂથી 22000 મોત

1992થી અત્યાર સુધીમાં 22000થી વધુ લોકોના મોત લૂને કારણે થયાં છે. તેમાં સૌથી વધુ મોત હિટસ્ટ્રોક-ડિહાઈડ્રેશનને કારણે થયાં છે. દેશમાં સૌથી વધુ મોત 1971, 1987, 1997, 2001, 2002, 2013, 2015માં નોંધાયા હતાં.

આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવનું જોર રહેશે

અમદાવાદમાં શનિવારે 44.2 ડિગ્રી તાપમાન સાથે ભેજનું પ્રમાણ વધીને 32.4 ટકાએ પહોંચ્યું હતું. બપોર પછી શરૂ થયેલા દક્ષિણ-પશ્ચિમ ભેજવાળા પવનોથી અમદાવાદ સહિત રાજ્યનાં 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. રાજ્યમાં 45.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. આગામી 24 કલાક સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાં હીટવેવનું જોર યથાવત્ રહેવાની વકી હવામાન વિભાગે વ્યકત કરી છે.

ક્યાં કેટલી ગરમી?
સુરેન્દ્રનગર 45.2
ગાંધીનગર 44.5
રાજકોટ 44.5
અમદાવાદ 44.2
ડીસા 42.8
કંડલા 42.6
વિદ્યાનગર 41.9
વડોદરા 41
વર્ષ 2019 સૌથી ગરમ, તેલંગાણામાં 150 મોત

છેલ્લા 117 વર્ષમાં સૌથી વધુ ગરમીના 11 વર્ષ 2004થી 2018 દરમિયાન નોંધાયા. તેમાં 6 તો 2009 પછીના છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી જ પારો સામાન્યથી 2થી 5 ડિગ્રી વધુ રહ્યો હતો. આ ટ્રેન્ડ હજુ ચાલુ છે. 2019નું વર્ષ સૌથી વધુ ગરમીનું વર્ષ ગણાશે. ચાલુ વર્ષે આંધ્ર અને તેલંગણામાં લૂને કારણે 150ના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here