દેશના પ્રથમ વડાપ્રધાન નહેરૂની આજે પૂણ્ય તિથિ, મોદી સહિત આ નેતાઓ આપી શ્રદ્ધાંજલિ

0
35

ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાગ નહેરૂની સોમવારે 55મી પૂણ્ય તિથિ છે. આ અવસરે તેમણે શ્રદ્ધાંજલિ આપવા સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કેટલાય દિગ્ગજ નેતા દિલ્હી સ્થિત શાંતિવન પહોંચ્યા.

યૂપીએની ચેરપર્સન સોનિયા ગાંધીએ સોમવારે સવારે જવાહર લાલ નહેરૂને શ્રદ્ધાંજલિ આપી. સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ પહોંચ્યા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પણ શ્રદ્ધાંજલિ આપવા સામેલ પહોંચ્યા હતા.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પંડિત જવાહરલાલ નેહરૂને તેમની પૂણ્ય તિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા રાષ્ટ્ર માટે આપેલા તેમના યોગદાન માટે યાદ કર્યા.

આપને જણાવીએ કે પૂર્વ વડાપ્રધાન જવાહર લાગ નેહરૂનો જન્મ 14 નવેમ્બર, 1889એ અલાહાબાદમાં થયો હતો. 1947માં ભારતને આઝાદી મળ્યા બાદ તે સ્વંતત્ર ભારતના પહેલા વડાપ્રધાન બન્યા હતા. સંસદીય સરકારની સ્થાપના અને વિદેશી મામલો પર નિરપેક્ષ નીતિઓની શરૂઆત જવાહરલાલ નેહરૂ તરફથી કરવામાં આવી હતી. નહેરૂ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવનાર પહેલા વ્યક્તિ હતા.

પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નેહરૂની 27 મે 1964ની સવારે તબિયત ખરાબ થઇ ગઇ, ત્યારબાદ તેમનું નિધન થઇ ગયું. તેમના જન્મદિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમને 11 વાર નોબેલ શાંતિ પૂરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here