દેશના 10 અમીરો પાસે 4 રાજ્યોની જીડીપી, 6 મંત્રાલયોના બજેટ બરાબરની સંપત્તિ

0
35

નવી દિલ્હી: દેશના 10 સૌથી મોટા અમીરોની સંપત્તિ4 રાજ્યોની જીડીપી અને 6 મંત્રાલયોના બજેટ બરાબર છે. એશિયાના સૌથી અમીર મુકેશ અંબાણીની નેટવર્થ રૂ. 3.31 લાખ કરોડ છે. આ રકમ ઓરિસ્સાના જીડીપી રૂ. 3.46 લાખ કરોડના 95 ટકા જેટલી છે. પંજોલી મિસ્ત્રીની નેટવર્થ રૂ. 1.10 લાખ કરોડ છે. જે હિમાચલ પ્રદેશના જીડીપી રૂ. 1.09 લાખ કરોડ કરતાં વધારે છે. ઈન્ડિયા સ્પેન્ડ દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તે માટે ફોર્બ્સના અબજપતિઓનું લિસ્ટ , કેન્દ્રીય સ્ટેટસ્ટિક વિભાગ અને 2017-18ના બજેટના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

દિલીપ સંઘવીની નેટવર્થ મેઘાલયના જીડીપીના 3.5 ગણી
નામ/ગ્રૂપ નેટવર્થ (રૂ. કરોડમાં) રાજ્ય જીડીપી (રૂ. કરોડમાં)
મુકેશ અંબાણી, રિલાયન્સ 3,31,525 ઓરિસ્સા 3,46,294
પલોંજી મિસ્ત્રી, શપૂરજી પલોંજી 1,10,041 હિમાચલ પ્રદેશ  1,09,546
શિવ નડાર, એસસીએલ 1,02,331 ઝારખંડ  2,03,358
દિલીપ સંઘવી, સન ફાર્મા  88,313 મેઘાલય  24,202

 

હિન્દુજા બ્રધર્સની નેટવર્થ ગૃહમંત્રાલયના બજેટથી 23 ટકા વધારે
નામ/ગ્રૂપ  નેટવર્થ (રૂ. કરોડમાં) મંત્રાલય બજેટ (રૂ. કરોડમાં)
અઝીમ પ્રેમજી  1,47,189 કન્ઝ્યુમર અફેર્સ, ફૂડએન્ડ સપ્લાય  1,54,231
લક્ષ્મી મિત્તલ, આર્સેલર મિત્તલ  1,28,264 રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ રાજમાર્ગ  64,900
હિન્દુજા બ્રધર્સ, હિન્દુજા ગ્રૂપ  1,26,162 ગૃહમંત્રાલય  97,187
ગોદરેજ ફેમિલી, ગોદરેજ ગ્રૂપ  98,126 સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ  48,852
કુમાર મંગલમ બિરલા, આદિત્ય બિરલા ગ્રૂપ  87,612 મહિલા અને બાળ વિકાસ 22,094
 ગૌતમ અદાણી, અદાણી ગ્રૂપ  83,407 પેયજલ અને સ્વચ્છતા  20,010

 

9 અમીરો પાસે દેશની અડધી વસ્તી જેટલી સંપત્તિ

ઓક્સફેમ ઈન્ટરનેશનલના તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે 1 ટકા અમીરો પાસે દેશની કુલ સંપત્તિનો 51.53 ટકા હિસ્સો છે. 10 ટકા અમીરો પાસે 77.4 ટકા જ્યારે 60 ટકા વસતી પાસે માત્ર 4.8 ટકા સંપત્તિ છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારતમાં જ નહીં સમગ્ર દુનિયામાં આ પ્રકારનો ટ્રેન્ડ છે. અન્ય પ્રમુખ દેશોમાં પણ મોટાભાગની સંપત્તિ 1 ટકા લોકોના હાથમાં છે.

વર્લ્ડ ઈનઈક્વેલિટી રિપોર્ટ 2018 પ્રમાણે 1982-1983માં દેશની આવક સૌથી ઉપરના 1 ટકા લોકોના ભાગમાં 6 ટકા હતી. 10 વર્ષ પછી તે 10 ટકા થઈ ગઈ હતી. વર્ષ 2000 સુધી તે 15 ટકા અને 2014 સુધી 23 ટકા થઈ ગઈ હતી. વર્લ્ડ ઈનઈક્વેલિટી ડેટાબેઝ પ્રમાણે બ્રાઝીલના 1 ટકા અમીરો પાસે ત્યાંની કુલ સંપત્તિનો સૌથી વધારે હિસ્સો છે. બીજો નંબર તુર્કી અને ઝામ્બિયાનો છે. આ લિસ્ટમાં ભારત ચોથા નંબરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here