Wednesday, December 8, 2021
Homeદેશના 6 એરપોર્ટના ખાનગીકરણમાં અદાણી સહિત વિદેશી કંપનીઓએ રસ દાખવ્યો
Array

દેશના 6 એરપોર્ટના ખાનગીકરણમાં અદાણી સહિત વિદેશી કંપનીઓએ રસ દાખવ્યો

અમદાવાદ: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત અમદાવાદ સહિત દેશના 6 એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયામાં ગુજરાતની અદાણી ગ્રૂપ સહિત અનેક વિદેશી કંપનીઓએ રસ દાખવ્યો છે. જેના ભાગરૂપે થોડા સમય પહેલા અદાણી ગ્રૂપ અને ડૂ ઇટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના અધિકારીઓએ એરપોર્ટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તાજેતરમાં મુંબઈ એરપોર્ટનું સંચાલન કરતી જીવીકે અને દિલ્હી એરપોર્ટનું સંચાલન કરતી જીએમઆર કંપનીએ એરપોર્ટની મુલાકાત લઈ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ સહિતના એરિયાની માહિતી મેળવી હતી.

વિદેશી કંપનીઓમાં જ્યુરિચ અને સિંગાપોરના ચાંગી એરપોર્ટનું સંચાલન કરતી કંપનીઓ ઉપરાંત જર્મન એરપોર્ટનું સંચાલન કરતી કંપની એવિયાંસ, યુએસની કંપની ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર્સ, સિડનીની ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ એએમપી કેપિટલે આ એરપોર્ટના સંચાલનમાં રસ દાખવ્યો છે. ટેન્ડર ભરવાની અંતિમ તારીખ 14 ફેબ્રુઆરી છે જ્યારે 28 ફેબ્રુઆરીએ આ તમામ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીને સોંપી દેવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments