Tuesday, December 7, 2021
Homeદેશની સૌથી ઝડપી ટ્રેન પર ફરીથી પથ્થરમારો, વંદે માતરમની બારી તૂટી
Array

દેશની સૌથી ઝડપી ટ્રેન પર ફરીથી પથ્થરમારો, વંદે માતરમની બારી તૂટી

ભારતની સૌથી ઝડપી ગતિની ટ્રેન પર ફરીથી પત્થરબાજીની ઘટના બની છે. નવી દિલ્હીથી કાનપુર તરફ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર ટુંડલાની પાસે પત્થર ફેંકવામાં આવ્યો છે. જેનાથી બારીમાં હાનિ થઇ છે.

આ અગાઉ 20 ડિસેમ્બર 2018 અને 2 ફેબ્રુઆરી 2019ના રોજ વંદે ભારત એક્સપ્રેસ પર પત્થર ફેંકવામાં આવ્યો હતો. રેલવેના અધિકારીઓ માટે આ ચિંતાની વાત છે કે સતત આ પ્રકારની ઘટના બની રહી છે. આ અગાઉ ટ્રાયર રન દરમ્યાન વંદે ભારત એક્સપ્રેસ પર પત્થર ફેંકવામાં આવ્યો હતો. જેના કારણે અમૂક પ્રવાસીઓમાં ડરનો માહોલ છવાયો છે. સોશિયલ મીડિયામાં અમૂક યૂઝર્સે પત્થરબાજોની સામે મોટી કાર્યવાહીની માંગ કરી છે.

ચેન્નઈના ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ) દ્વારા સો કરોડ રૂપિયાના ખર્ચથી ‘ટ્રેન 18’ને તૈયાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનમાં અલગ એન્જિન નથી, પરંતુ કોચમાં જ એન્જિનના હિસ્સા લગાવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી લીલીઝંડી બતાવીને ટ્રેનનું ઉદ્ઘાટન કર્યુ હતું. દિલ્હી અને વારાણસીની વચ્ચે અઠવાડિયામાં પાંચ દિવસ તેને ચલાવાઈ રહી છે. પ્રારંભમાં આ ટ્રેનને 18 નામ આપવામાં આવ્યું હતું. જેની ઝડપ 180 km/hની છે.

વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન-18)માં દિલ્હીથી બનારસ સુધીનો ચેયરકારનું ભાડું 1760 રૂપિયા છે. જેના એક્ઝિક્યૂટીવ ચેયરકારના દિલ્હીથી બનારસ સુધીનુ ભાડૂં 3310 રૂપિયા છે. નિયમ મુજબ, તેમાં કોઈ પણ કેટેગરીના પ્રવાસીઓ માટે કોઈ કન્સેશન આપવામાં આવતુ નથી. એટલેકે તેમાં સીનિયર સિટીઝન અને બાળકોને કોઈ કન્સેશન મળશે નહીં. ફક્ત વીઆઈપી પાસ, કૂપન અને વારંટ (મિલિટરી ફોર્સ)ને માન્યતા મળશે.

ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશનથી સવારે 6:00 વાગ્યે ચાલીને વારાણસી બપોરે 2:00 વાગ્યે પહોંચશે. વાપસીની યાત્રામાં ટ્રેન વારાણસી બપોરે 3:00 વાગ્યે ચાલીને નવી દિલ્હી રાત્રે 11:00 વાગ્યે પહોંચશે. ટ્રેન રસ્તામાં કાનપુર અને ઈલાહાબાદ (પ્રયાગરાજ) ઉભી રહેશે. વડાપ્રધાન મોદીએ ટ્રેનને લીલીઝંડી બતાવીને કહ્યું હતું, દિલ્હીથી વારાણસીની પોતાની પ્રથમ યાત્રા પર રવાના થયેલી વંદે ભારત એક્સપ્રેસના ડિઝાઈનરો અને એન્જિનિયરોનો હું આભારી છું. છેલ્લા સાડા ચાર વર્ષમાં પોતાની પ્રામાણિકતા અને સખત પરિશ્રમથી અમે રેલવેને સુધારવાનો પ્રયાસ કર્યો છે.

આ ટ્રેનમાં 16 એસી કોચ છે, જેમાં બે એક્ઝિક્યૂટીવ કેટેગરીના છે. તો દરેક કોચમાં સ્વચાલિત દરવાજા, જીપીએસ આધારીત દ્રશ્ય-શ્રવ્ય યાત્રી સૂચના પ્રણાલીથી સજ્જ છે. મનોરંજનના ઉદ્દેશ્યથી ટ્રેનની અંદર હૉટસ્પૉટ વાઈફાઈ અને ખૂબ જ આરામદાયક બેઠકો છે. આ સિવાય કુલ 1128 પ્રવાસીઓને બેસવાની ક્ષમતા છે.

દરેક કોચમાં પેન્ટ્રી (રસોઈની) વ્યવસ્થા છે. પ્રવાસીઓના મોટાભાગના આરામ માટે ડબ્બામાં ગરમી અને ધ્વનિથી બચાવની વ્યવસ્થા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments