Sunday, November 28, 2021
Homeદેશની સૌથી વિશ્વસનીય બેન્ક SBIને લઈને 7,951.29 કરોડની છેતરપિંડીની ખબર, ખોટ કોણ...
Array

દેશની સૌથી વિશ્વસનીય બેન્ક SBIને લઈને 7,951.29 કરોડની છેતરપિંડીની ખબર, ખોટ કોણ ભોગવશે

દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કમાં ચાલુ નાણાંકીય વર્ષના શરૂઆતી નવ મહિના દરમિયાન કુલ 7,951.29 કરોડની છેતરપિંડી થઈ છે. SBIએ શેર બજારને આપેલી માહિતીમાં કહ્યુ કે આ તમામ ખાતા પહેલેથી જ NPA બની ગયા હતા અને વધારે પોર્ટફોલિયો માટે પહેલેથી જ 100 ટકાની જોગવાઈ કરવામાં આવી છે.

બેન્કે કહ્યુ કે જોગવાઈમાં અંતરને પૂરો કરવા માટે દર ત્રણ મહિનામાં નવી છેતરપિંડી મામલે જોગવાઈ છે. આ સંબંધે તમામ છેતરપિંડી સાથે જોડાયેલા કેસોમાં નિર્ધારિત દિશાનિર્દેશોનો પ્લાન કરી રહ્યા છીએ. દેવુ વસૂલી ન્યાયાધિકરણ અને અન્ય તંત્રના માધ્યમથી વસૂલી માટે પણ સમાધાન પ્રક્રિયા ચાલી રહી છે.

બેન્કે જણાવ્યુ કે પ્રથમ ત્રિમાસિકમાં કુસ 723.06 કરોડ રૂપિયાની છેતરપિંડીના 669 કેસ સામે આવ્યા. બીજા ત્રિમાસિકમાં 4832.42 કરોડ રૂપિયાની છેતરપિંડી સાથે સંબંધિત 660 કેસ પ્રકાશમાં આવ્યા. ત્રીજી ત્રિમાસિકમાં 2395.81 કરોડ રૂપિયાની બેન્કિંગ છેતરપિંડીના 556 મામલા સામે આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments