Tuesday, October 26, 2021
Homeદેશભરમાં ચાલતા ચીટ ફંડનો પર્દાફાશ, ગુજરાતમાં 32 કરોડની છેતરપિંડી, CMD-ડાયરેક્ટરની ધરપકડ
Array

દેશભરમાં ચાલતા ચીટ ફંડનો પર્દાફાશ, ગુજરાતમાં 32 કરોડની છેતરપિંડી, CMD-ડાયરેક્ટરની ધરપકડ

પંચમહાલઃ  દેશભરમાં ચાલી રહેલા ચીટ ફંડનું કૌભાંડ પંચમહાલ જિલ્લાના કાલોલમાંથી ઝડપાયું છે. રિયલ ઇન્ડિયા સુરક્ષા નિધિ લિમિટેડ અને રિયલ ઇન્ડિયા મચ્યુઅલ બેનિફિટ લિમિટેડ નામની બે કંપનીઓ રોકાણકારોને 10 ટકા સુધીના વાર્ષિક વ્યાજની લોભામણી ઓફરની લાલચ આપીને રાજ્યભરમાંથી 32.25 કરોડની છેતરપિંડી આચરી હતી. કાલોલમાં થયેલી ફરિયાદના આધારે પોલીસે કંપનીના સી.એમ.ડી. પ્રદિપ ગુપ્તા અને ડાયરેક્ટર પંકજ શ્રીવાસ્તવની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાલોલના રોકાણકારની ફરિયાદને આધારે કાલોલ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બંને કંપનીના સી.એમ.ડી. પ્રદિપકુમાર ઉપદેશકુમાર ગુપ્તા, પંકજ શ્રીવાસ્તવ, (રહે. લખનઉ ઉત્તરપ્રદેશ)એ વડોદરા, રાજકોટ, અમદાવાદ અને વેરાવળમાં બંને કંપનીની ઝોન ઓફિસો ખોલીને વડોદરામાંથી 7 કરોડ, અમદવાદમાં 13 કરોડ, રાજકોટમાં 9 કરોડ અને વેરાવળમાં 3.25 કરોડ રૂપિયા મળીને કુલ 32.25 કરોડ રૂપિયાની રોકાણકારોની ડિપોઝિટ જમા કરાવી હતી. પરંતુ પાકતી મુદ્દતે રોકાણકારોને આ રકમ પરત કરી ન હતી. જેથી કાલોલના એક રોકાણકારે આ મામલે કાલોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને કંપનીના 5 ડાયરેક્ટર સામે ગુનો દાખલ કરીને બે આરોપીની ધરપકડ કરી છે.

ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ રિયલ ઇન્ડિયા ગૃપના સી.એમ.ડી. પ્રદિપ ગુપ્તા અને ડાયરેક્ટર પંકજ શ્રવાસ્તવ સામે આશિયાના પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે. જે ગુનામાં તેઓ નાસતા ફરે છે.

રિયલ ઇન્ડિયા ગૃપના એમ.ડી. પ્રદિપ ગુપ્તા અને ડાયરેક્ટર પંકજ શ્રવાસ્તવે ગુજરાતમાં બે કંપની ઉભી કરીને છેતરપિંડી કરી હતી. પરંતુ તેઓએ દેશભરમાં 17 કંપની ઉભી કરીને છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments