Wednesday, December 8, 2021
Homeદેશભરમાં બાળકો ગુમ થવાનાં મામલે ગુજરાત પ્રથમ અને મહારાષ્ટ્ર સાતમા નંબર પર
Array

દેશભરમાં બાળકો ગુમ થવાનાં મામલે ગુજરાત પ્રથમ અને મહારાષ્ટ્ર સાતમા નંબર પર

મુંબઈ:મુંબઈ સહિત દેશભરમાં બાળકો ગુમ થવાનો આંકડો દિવસેને દિવસે વધતો જાય છે. જો કે મુંબઈ પોલીસની ચાઈલ્ડ શોધખોળ કામગીરીને સફળતા મળતાં મુસ્કાન ઝુંબેશ અંતર્ગત બાળકોને શોધવાનું અભિયાન પાંચમી માર્ચ સુધી ચાલુ રહેશે. બીજી તરફ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના મહિલા અને બાળવિકાસ ખાતાના પ્રધાન ડો.વીરેન્દ્રકુમારે લોકસભામાં 28 ડિસેમ્બરે સમગ્ર દેશમાં ગુમ થયેલા બાળકો વિશેનો રિપોર્ટ રજૂ કરતાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં બાળકો ગુમ થવાના મામલે ગુજરાત પ્રથમ નંબર પર તેમ જ મહારાષ્ટ્ર સાતમાં નંબર પર છે. સમગ્ર દેશમાં વર્ષ દરમિયાન એક અંદાજ મુજબ એવરેજ 70 હજાર કરતાં વધુ બાળકો ગુમ થાય છે. જે ગંભીર બાબત છે.

સંજય જોષીએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો

આ મામલે સર્ચ માય ચાઈલ્ડ નામની સંસ્થાના નેજા હેઠળ એક ગુજરાતી સંજય જોષીએ આગામી દિવસોમાં આમરણાંત અનશન પર ઉતરવાની ચીમકી લખતો પત્ર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો છે. તેણે આહ્વાન કર્યું છે કે ગુમ થયેલા બાળકોનાં મામલે સરકારની અને પોલીસ તંત્રની ઉદાસીન નીતિના વિરોધમાં ગુજરાત અને દિલ્હી બાદ મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ધરણાં અને ઉપવાસનો કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાંથી 3 વર્ષમાં 37,063 બાળકો ગુમ
18 વર્ષથી નીચેના યુવાનો જ્યારે ગુમ થયા હોવાની ઘટના બને અને ફરિયાદ નોંધાયા બાદ સાત વર્ષ પછી તેમને મૃત ઘોષિત કરવાના કાયદામાં ફેરફાર કરવા સંજય જોષીએ જણાવ્યું છે કે સરકારે જાહેર કરલાં આંકડા મુજબ જૂન 2015થી 21 ડિસેમ્બર 2018 સુધીમાં કુલ 1,91,679 બાળકો દેશભરમાં મિસિંગ છે. જેમાંથી ગુજરાતના 37,063 બાળકો ગુમ છે. આ મામલે ગુજરાત પ્રથમ સ્થાન પર છે જ્યારે મહારાષ્ટ્રમાં 8283ની સંખ્યા સાથે સાતમા સ્થાને છે.
5 માર્ચ સુધી મુસ્કાન ઝુંબેશ ચાલશે
પોલીસના જણાવ્યા અનુસાર, ‘અમે રેલવે-સ્ટેશન સહિત શહેરના મુખ્ય માર્ગો પર ભીખ માગવાની પ્રવૃતિ ચલાવતી ટોળકી અને વર્કશોપમાં કામ કરતાં બાળમજૂરો પર વોચ રાખી રહ્યાં છે. ઓપરેશન મુસ્કાન હેઠળ અમે ડિસેમ્બરમાં 247 બાળકો અને જુલાઈ 2015થી જુલાઈ 2017 દરમિયાન 20,112 બાળકોને શોધી કાઢ્યાં હતાં. જોકે અમુક બાળકો ફરી પાછા ઘરેથી નાસી જઈને ભીખ માગવાની પ્રવૃતિમાં જોડાઈ જાય છે. અમે આ ટાળકીઓના મુખ્ય સુત્રોધાર સુધી પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. જો કે અમને હજુ સુધી અંગો વેચતી ટોળકી વિશે માહિતી મળી નથી. જો આવી કોઈ પ્રવૃતિ સામેલ હશે તો એ વિશે અમે અલગથી તપાસ કરીશું. અને ગુમ થયેલા બાળકોની શોધ માટે 5 માર્ચ સુધી મુસ્કાન ઝુંબેશ લંબાવવાની યોજના બનાવી છે.’
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments