Thursday, September 23, 2021
Homeદેશભર માં લોકસભા ની ચૂંટણી ને લઈને સુરત માં કંઈક હટકે જ...
Array

દેશભર માં લોકસભા ની ચૂંટણી ને લઈને સુરત માં કંઈક હટકે જ તૈયારી કરવામાં આવી, કારણ કે…

દેશભર સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સુરતમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ જળવાઈ રહે તે બાબતે તંત્ર સક્રિય થયું છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સની ટીમ હાલ સુરત ખાતે આવી પહોંચી છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ દ્વારા આજરોજ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં ફ્લેગ માર્ચ જ યોજવામાં આવી હતી.

આગામી 23મી તારીખના રોજ ત્રીજા ચરણમાં ગુજરાત લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેમાં સુરત અને નવસારી લોકસભા બેઠક પરથી પણ આ ચૂંટણી યોજાવાની છે ત્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સની ટીમ સુરત ખાતે આવી પોહચી છે. સુરતમાં કેટલાક વિસ્તારો સંવેદનશીલ વિસ્તાર તરીકે ગણવામાં આવે છે ત્યારે આ વિસ્તારોમાં આજરોજ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજી વિસ્તારનો તાગ મેળવવામાં આવ્યો હતો. સુરત સહિત જિલ્લામાં કુલ 4533 જેટલા મતદાન મથકો પરથી મતદાન થવાનું છે. ત્યારે આ મતદાન મથકો પર ખડેપગે સીઆઈએસેફના જવાનો ફરજ બજાવવાના છે. જેને લઈ જવાનોને હાલ સજ્જ કરી દેવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments