દેશમાં કોરોનાએ કુલ 28 હજારથી વધુ લોકોનો ભોગ લીધો, 24 કલાકમાં 37,148 નવા કેસ

0
0
ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસોની સંખ્યા 4 લાખે પહોંચી, 7.24 લાખ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત.

નવી દિલ્હીઃ સોમવાર કરતાં મંગળવારે કોરોના વાયરસ (Coronavirus)ના પોઝિટિવ કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે જાહેર થયેલા આંકડા મુજબ 24 કલાકમાં 37,148 કોરોના વાયરસ (COVID-19)ના કેસો સામે આવ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 587 દર્દીએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 11 લાખ 55 હજાર 191 કન્ફર્મ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય સોમવારે ભારતમાં રેકોર્ડબ્રેક 40,425 નવા કેસ નોંધાયા હતા.

આ ઉપરાંત, કોરોના વાયરસના હવે 4 લાખ 2 હજાર 529 એક્ટિવ કેસ છે. બીજી તરફ, 7 લાખ 24 હજાર 578 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 28,084 લોકોનાં કોવિડ-19ના કારણે મોત થયા છે.

નોંધનીય છે કે, ભારતમાં 20 જુલાઈ સુધીમાં કુલ 1,43,81,303 કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research-ICMR)ના જણાવ્યા મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 3,33,395 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં પણ કોરોનાનો કહેર ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. સોમવારે જાહેર થયેલા આંકડા મુજબ, 24 કલાકમાં કોરોના વાયરસના 998 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં 20 દર્દીઓનાં મોત પણ થયા છે. દરમિયાન 24 કલાક દરમિયાન 777 દર્દીઓ સાજા થયા છે અને કુલ એક્ટિવ કેસનો આંકડો 11,613 પર પહોંચ્યો છે. રાજ્યમાં દિનપ્રતિદિન કેસો વધી રહ્યા છે તેવામાં સોમવારે સૌથી વધુ કેસ નોંધાતા ચકચાર મચી ગઈ. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 49, 439 કેસ નોંધાયા છે જ્યારે 2167 લોકોનાં કોરોનાના કારણે મૃત્યુ થયા છે.

ગુજરાતમાં સુરતની સ્થિતિ બેકાબૂ છે. સુરત શહેરમાં અને જિલ્લામાં 24 કલાકમાં 284 નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં 193 કેસ નોંધાયા છે. વડોદરા શહેર જિલ્લામાં 88, રાજકોટ શહેર જિલ્લામાં 56, ભાવનગર શહેર જિલ્લામાં 42 કેસ નોંધાયા છે. આ ઉપરાતં મહેસાણામાં 26, ભરૂચમાં22, સુરેન્દ્રનગરમાં 20, પાટણમાં 17, વલસાડમાં 17, ગીરસોમનાથમાં 16, કચ્છમાં 16, તાપીમાં 16, પંચમહાલમાં 15, અમરેલીમાં 13, બનાસકાંઠામાં 13, જામનગર શહેરમાં 13. જૂનાગઢ જિલ્લામાં 13, ખેડામાં 13, દાહોદમાં 12 કેસ નોંધાયા છે.

ગાંધીનગર જિલ્લામાં 12, મહીસાગરમાં 11, નવસારીમાં 10, બોટાદમાં 9, જામનગરમાં 9, મોરબીમાં 9, ગાંધીનગર કોર્પોરેશનમાં 8, નર્મદામાં 7, આણંદમાં 6, જૂનાગઢ કોર્પોરેશનમાં 6, સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 5, દેવભૂમિ દ્વારકામાં 3, છોટાઉદેપુરમાં 1, પોરબંદરમાં 1 મળીને કુલ 989 કેસ નોંધાયા છે. જ્યારે આ તમામ જિલ્લાઓમાં મળીને કુલ 777 દર્દી ડિસ્ચાર્જ પણ થયા છે.

દરમિયાન 24 કલાકમાં રાજ્યમાં સુરત શહેરમાં 10, અમદાવાદમાં 3, નવસારીમાં 2, વડોદરા શહેરમાં 2, અમદાવાદ જિલ્લામાં 1, ગીરસોમનાથમાં 1, સુરતમાં 1 મળીને કુલ 20 મોત નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2,167 દર્દીના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here