દેશમાં કોરોનાનો કહેરઃ 24 કલાકમાં નવા 19,459 કેસ નોંધાયા, 380 દર્દીનાં મોત

0
2
ભારતમાં કોવિડ-19ના અત્યાર સુધીમાં 5,48,318 કેસ નોંધાયા, કુલ 16,475 દર્દીઓએ જીવ ગુમાવ્યો
ભારતમાં કોવિડ-19ના અત્યાર સુધીમાં 5,48,318 કેસ નોંધાયા, કુલ 16,475 દર્દીઓએ જીવ ગુમાવ્યો
  • ભારતમાં કોવિડ-19ના અત્યાર સુધીમાં 5,48,318 કેસ નોંધાયા, કુલ 16,475 દર્દીઓએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવાર સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં 19,459 નવા પોઝિટિવ કેસ (Covid-19 Positive) નોંધાયા છે. બીજી તરફ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 380 દર્દીનાં મોત થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 5 લાખ 48 હજાર 318 કન્ફર્મ કેસ નોંધાઈ છે. નોંધનીય છે કે, આ અગાઉ રવિવારે જાહેર થયેલા કોરોનાના આંકડાઓએ રેકોર્ડ તોડી દીધો હતો. દેશમાં અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ 19,906 કેસ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ, ભારતમાં કોરોના વાયરસના હવે 2 લાખ 10 હજાર 120 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં 16,475 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, 3 લાખ 21 હજાર 723 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.

નોંધનીય છે કે, ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, 28 જૂન સુધીમાં 83,98,362 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં 1,70,560 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
મળતા આંકડા પ્રમાણે વધુ 600 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે રાજ્યમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો 31297એ પહોંચ્યો છે. જ્યારે 19 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 1800ને પાર થઈ 1809એ પહોંચ્યો છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 391 દર્દીઓ કોરોના મૂક્ત થઈને ડિસ્ચાર્જ થયાં કુલ ડિસચાર્જનો આંકડો 22808એ પહોંચ્યો છે.

આ સાથે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ કેસની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદમાં 211, સુરતમાં 182, વડોદરામાં 44, વલસાડ 36, પાટણ, ગાંધીનગરમાં 11-11, રાજકોટ, જૂનાગઢ, કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલીમાં 10-10 કેસ નોંધાયા હતા.

આ ઉપરાંત મહેસાણામાં 8, બનાસકાંઠા, ભરૂચમાં 7-7, ખેડા 6, અરવલ્લી, નવસારી, મોરબીમાં 4-4, ભાવનગર, સાબરકાંઠા, આણંદ, બોટાદમાં 3-3, જામનગર, પંચમહાલ, પોરબંદરમાં 2-2, ગીર-સોમનાથ, નર્મદા, તાપીમાં 1-1 અને અન્ય રાજ્યના 13 કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 20272 કોરોના પોઝિટિવ કેસ થયા છે. સુરતમાં 4242 કેસ, વડોદરામાં 2074 કેસ, ગાંધીનગરમાં 625, રાજકોટમાં 240 કેસ થયા છે.