Sunday, November 28, 2021
Homeદેશમાં ગઠબંધન સરકાર આવશે તો વિકાસના કાર્યો પર બ્રેક વાગશે- રઘુરામ રાજન
Array

દેશમાં ગઠબંધન સરકાર આવશે તો વિકાસના કાર્યો પર બ્રેક વાગશે- રઘુરામ રાજન

દાવોસ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એવી આશંકા વ્યક્ત કરી છે કે જો આગામી લોકસભા ચૂંટણી-2019 બાદ ગઠબંધન સરકાર આવશે તો અર્થવ્યવસ્થાની પ્રગતિ ધીમી પડશે. રધુરામે આવી આશંકા ત્યારે વ્યક્ત કરી છે જ્યારે દેશમાં આગામી લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને વિપક્ષ મોટા પાયે ગઠબંધન કરીને કેન્દ્રની મોદી સરકારને પછડાવા તૈયાર થઇ રહી છે. રધુરામે કહ્યું છે કે દેશના અર્થતંત્રને તેજ ગતિ આપવા ઉદ્યોગોને સાનૂકુળ વાતાવરણ મોટા પાયે બનાવવું જોઇએ.

દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનામિક ફોરમના કાર્યક્રમમાં રઘુરામ રાજન હાજર

સ્વિટર્ઝલેન્ડના દાવાસ ખાતે ચાલી રહેલા વર્લ્ડ ઇકોનામિક ફોરમના કાર્યક્રમો દરમિયાન એક અંગ્રેજી સામાયિકને આપેલા ઇન્ટરવ્યુમાં રઘુરામ રાજને જીએસટીના પગલાને યોગ્ય ગણાવ્યું હતુ જ્યારે નોટબંધીના પગલા અંગે ખુલ્લીને વાત કરવાનું ટાળ્યું હતુ.

ભારતને મજબૂર નહિ પણ મજબૂત સરકારની જરૂરત- પીએમ મોદી

RBIના ભુતપૂર્વ ગવર્નરે એવું મોટું નિવદન આપ્યુ છે કે જેના સુચિતાર્થો અનેક રીતે નિકાળી શકાય છે. ખાસ કરીને લોકસભા-2019ની ચૂંટણી બાદ બનનારી નવી સરકાર અંગે રઘુરામ રાજને ખુલ્લા મને વાત કરી હતી. રઘુરામ રાજને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે દેશમાં ગઠબંધનની સરકાર આવશે તો અર્થતંત્રના વિકાસની ગતિ ધીમી પડી જશે. રાજનનું આ નિવેદન વડાપ્રધાન મોદીના એ દાવાથી ઘણું નજીકનું છે જેમાં મોદીએ જણાવ્યું હતુ કે ભારતને મજબૂર નહિ પણ મજબૂત સરકારની જરૂરત છે.

હું નવા નાણાંપ્રધાન કોંગ્રસ સરકારમાં બનવાનો નથી- રઘુરામ રાજન

રઘુરામ રાજને એવી વાતોને પણ રદિયો આપ્યો હતો કે જો આગામી સમયમાં દેશમાં કોંગ્રસની સરકાર આવશે તો તેઓ કોંગ્રેસી સરકારમાં નવા નાણાં મંત્રી બનશે. રાજને કહ્યું કે તેઓ કોઇ રાજનેતા નથી અને આવી ફક્ત અટકળો જ રાજનૈતિક હવામાં ચાલે છે. રઘુરામ રાજનનું ગઠબંધન સરકાર અંગેનું આ નિવેદન બહુ મહત્વનુ છે ખાસ કરીને ત્યારે જ્યારે દેશનો વિપક્ષ કોંગ્રેસ રઘુરામ રાજનનું નામ કે તેમના નિવેદનોને લઇને સત્તાધારી પાર્ટી-ભાજપની આકરી ટીકા કરવાનું ક્યારેય ચૂકી નથી. ખાસ કરીને ભૂતકાળમાં રઘુરામ રાજનના રાજીનામાના પગલે કોંગ્રેસે મોદી સરકાર પર તીખા પ્રહારો કરતા જણાવ્યું હતુ કે ભાજપ દેશની આરબીઆઇ જેવી સંસ્થાઓની સ્વાયત્તતા કે તેની કાર્યપ્રણાલિને ખતમ કરવા ટાંપીને બેઠી છે.

GSTને બતાવ્યુ સાચું પગલુ, નોટબંધી એક આકરો ઝટકો

વર્તમાન મોદી સરકારના બે મોટા આર્થિક નિર્ણયો જીએસટી (Goods and Service Tax) અને નોટબંધી પર પુર્વ ગવર્નરે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે GSTએ મોદી સરકારનું હકારાત્મક પગલું છે જ્યારે નોટબંધી પર મુક્તપણે કોઇ ટિપણ્ણીથી બચતા રાજને કહ્યું કે તે દેશની અર્થવ્યવસ્થા માટે મોટા ઝટકા સમાન હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments