કોરોના ઈન્ડિયા : દેશમાં પ્રથમવાર 24 કલાકમાં 60 હજાર દર્દી મળ્યા, 857 લોકોના મોતઃ 48 હજાર સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં

0
8
  • ઉત્તર પ્રદેશના ભાજપ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ કોરોના પોઝિટિવ આવ્યા
  • ગંભીર દર્દીની બાબતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે, અહીં 9 હજાર દર્દીની સ્થિતિ ગંભીર
  • શનિવારે સૌથી વધુ 9,601 કેસ મહારાષ્ટ્રમાં અને 9,276 કેસ આંધ્રપ્રદેશમાં આવ્યા

નવી દિલ્હી. દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 18 લાખને પાર થઈ ગઈ છે. રવિવારે 60,391 નવા દર્દી નોંધાયા હતા. જે અત્યાર સુધીનો એક દિવસમાં મળેલો સૌથી મોટો આંકડો છે. આ સાથેજ 857 લોકોના મોત થયા હતા. કુલ મૃત્યુઆંક 38,106 થયો છે. મૃત્યુની રીતે દેશ હજી દુનિયામાં પાંચમા ક્રમે છે. 9509 નવા દર્દી સાથે ભારતમાં સંક્રમિતોની સંખ્યા 4.41 લાખ થઈ છે.

ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીની સંખ્યામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. 18,720 દર્દીની સ્થિતિ ગંભીર એટલે કે ક્રિટિકલ છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં સૌથી વધારે 1.57 ટકા દર્દીની સ્થિતિ ગંભીર છે. સરળ ભાષામાં કહીએ તો ભારતમાં અત્યારે જે દર્દીનો ઈલાજ થઈ રહ્યો છે, તે પૈકી પ્રત્યેક 200 દર્દીમાંથી 3 દર્દીની સ્થિતિ ગંભીર છે.

કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પા કોરોના સંક્રમિત થયા
કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાને કોરોના વાઈરસનું સંક્રમણ થયું છે. તેમને રવિવારે આ અંગે જાતે જ ટ્વિટ કરીને માહિતી આપી છે. ડોક્ટરોની સલાહથી તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.
તેમણે ટ્વિટરમાં કહ્યું કે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, મારુ આરોગ્ય સારું છે, પરંતુ ડોક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થયો છું. યેદિયુરપ્પાએ છેલ્લા કેટલાક દિવસોમાં તેમના સંપર્કમાં આવેલી તમામ વ્યક્તિઓને કોરોના વાઈરસ અંગે તપાસ કરાવી લેવા વિનંતી કરી છે.

મહારાષ્ટ્રમાં 9,509 અને આંધ્ર પ્રદેશમાં 8,555 નવા કેસ આવ્યા
રવિવારે સૌથી વધારે મહારાષ્ટ્રમાં 9,509 દર્દી મળ્યા છે. આંધ્ર પ્રદેશમાં 8,555 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તમિલનાડુમાં 5,875 નવા દર્દી આવ્યા છે.

તમિલનાડુના રાજ્યપાલ બનવારી લાલ અને UP ભાજપ પ્રમુખ સ્વતંત્ર દેવ કોરોના પોઝિટિવ આવ્યા
તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમનામાં કોરોનાના કેટલાક લક્ષણો જણાયા છે. આ સંજોગોમાં ડોક્ટરોએ તેમને હોમ કોરેન્ટીન કર્યા છે, તેમ ચેન્નાઈની હોસ્પિટલમાંથી આ માહિતી આપવામાં આવી છે.ઉત્તર પ્રદેશના ભાજપ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ કોરોના પોઝિટિવ આવ્યા છે, તેમણે જાતે જ આ અંગે ટ્વિટ કરી જાણકારી આપી છે. ડોક્ટરોએ તેમને હોમ ક્વોરન્ટીન રહેવા માટે સલાહ આપી છે.

કોરોના અપડેટ્સ

  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. તેમણે રવિવારે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ આપ્યું છે. તેની માહિતી તેમણે ટ્વિટ દ્વારા આપી છે. જો રિપોર્ટ નેગેટિવ આવશે તો સોમવારે રક્ષાબંધનના દિવસ તેઓ ઘરે પાછા જશે. સીએમના પહેલા સેમ્પલનો રિપોર્ટ 25 જુલાઈએ પોઝિટિવ આવ્યો હતો.

ઉતરપ્રદેશના કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી મૃત્યુ
ઉતર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કમલ રાનીનું રવિવારે કોરોના સંક્રમણથી મૃત્યુ થયું છે. 18 જુલાઈએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી લખનઉના પીજીઆઈમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના મૃત્યુ બાદ મુખ્યમંત્રી આદિત્યાનાથે તેમની અયોધ્યાની મુલાકાત રદ કરી છે.

5 રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશઃ રાજ્યમાં 24 કલાકમાં 808 સંક્રમિતો વધ્યા છે. આ સતત ચોથો દિવસ હતો જ્યારે 800થી વધુ કેસ આવ્યા છે. સૌથી વધુ ભોપાલમાં 168 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જબલપુરમાં 125 અને ઈન્દોરમાં 120 નવા કેસ મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 32,614 કેસ પ્રકાશમાં આવ્યા છે.

રાજસ્થાનઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,160 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. 823 લોકો સાજા થયા છે. 14 દર્દીઓના મોત થયા છે. તેમાં જયપુરમાં 7, નાગૌર અને ભીલવાડામાં 2-2, કોટા, પાલી અને જોધપુરમાં 1-1 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 694 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 207 કેસ અલવરમાં આવ્યા છે. જોધપુરમાં 163, જયપુરમાં 129, કોટામાં 127, ભરતપુરમાં 64, ધૌલપુરમાં 60, બાડમેરમાં 59 દર્દીઓ મળ્યા છે. બીકાનેરમાં 48, જાલોર અને ભીલવાડામાં 47-47, અજમેરમાં 32, ગંગાનગરમાં 27 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ ઝાલાવાડમાં 18, નાગૌરમાં 16, હનુમાનગઢમાં 15, દૌસામાં 15, બૂંદીમાં 15, ચિત્તોડગઢમાં 14, સવાઈ માધોપુર, રાજસમંદ અને બાંસવાડામાં 11-11 નવા દર્દીઓ મળ્યા. જેસલમેરમાં 8, ઝુંઝુનૂંમાં 8, ટોંકમાં 5, ચુરુમાં 2, બારાંમાં 1 કેસ વધ્યો છે.

મહારાષ્ટ્રઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9,601 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં 4.31 લાખ કેસ આવ્યા છે. તેમાંથી 2 લાખ 66 હજાર 883 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 49 હજાર 214ની સારવાર ચાલી રહી છે. 15 હજાર 316 લોકોના મોત થયા છે. પુનાના મેયર મુરલીધર મોહોલે કહ્યું છે કે શહેરમાં શંકાસ્પદ રીતે કોવિડ-19થી થયેલા ઓછામાં ઓછા 400 મોતનો કોઈ હિસાબ નથી. આ મોત સસૂન જનરલ હોસ્પિટલ અને શહેરની ખાનગી હોસ્પિટલોમાં થયા છે.

બિહારઃ બિહાર સ્વાસ્થ્ય વિભાગના સેક્રેટરી લોકેશ કુમાર સિંહે જણાવ્યું કે સરકારે તમામ જિલ્લાઓમાં ટોલ ફ્રી નંબર ઈસ્યુ કરવાનો નિર્ણય કર્યો છે. દરેક જિલ્લામાં એક ટોલ ફ્રી નંબર હશે, જેમાં 10 હંટિંગ લાઈન હશે. તેની પર ડોક્ટર અને ટેલીફોન ઓપરેટર 24 કલાક ઉપલબ્ધ રહેશે. અહીં ફોન કરીને ડોક્ટરોની સલાહ લઈ શકાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,521 નવા કેસ મળ્યા છે. અહીં અત્યાર સુધીમાં 54 હજાર 508 કેસ આવી ચુક્યા છે. તેમાંથી 35 હજાર 473 લોકો સાજા થયા છે. જ્યારે 312 દર્દીઓના મોત થયા છે. 18 હજાર 722 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

ઉતરપ્રદેશઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 3,807 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. 47 લોકોના મોત થયા છે અને 2471 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 89 હજાર 48 કેસ પ્રકાશમાં આવ્યા છે. 1677 લોકોના મોત થયા છે, 36 હજાર 37 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 51 હજાર 354 લોકો સાજા થઈ ચૂક્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here