Thursday, October 21, 2021
Homeદેશવાસીઓના પૈસે મર્સિડીઝમાં ફરે છે અને….હવે કંગનાએ રણબીર કપૂરને લીધો આડે હાથ
Array

દેશવાસીઓના પૈસે મર્સિડીઝમાં ફરે છે અને….હવે કંગનાએ રણબીર કપૂરને લીધો આડે હાથ

બોલીવુડની ક્વીન કંગના રનૌતે મુંબઇમાં ફિલ્મ મણિકર્ણિકાની સક્સેસ પાર્ટી એન્જોય કરી. આ અવસરે તેણે ફિલ્મ એક્ટર રણબીર કપૂરની ક્લાસ લગાવી દીધી. તેણે રણબીરને ભારતની સૌથી ગેરજવાબદાર હસ્તિ ગણાવ્યો.

જણાવી દઇએ કે રણબીર કપૂરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે રાજકારણ પર શા માટે બોલે કારણ કે તે રાજકારણમાં નથી. તેના પર કંગના રનૌતે રણબીર કપૂરની ક્લાસ લેતાં કહ્યું કે આવું નિવેદન કોઇ કેવી રીતે આપી શકે. આજે તેના ઘરમાં જે વીજળી-પાણી છે તે દેશના નાગરિકોના પૈસા અને આ દેશના કારણે છે. તેણે આપેલું આ નિવેદન દેશના લાખો ચાહક યુવકો વાંચે છે અને તેનું આ નિવેદન મહત્વનું છે.

આ અંગે કંગનાએ જણાવ્યું કે, મે એક ઇન્ટરવ્યુમાં જોયું કે રણબીર કપૂરે એક પત્રકારને કહ્યું કે અમે પોલીટિક્સ વિશે શા માટે વાત કરીએ. અમે કંઇ નથી કર્યુ પરંતુ મને લાગે છે કે રણબીર કપૂરે તે સમજવું જોઇએ કે આવી રીતે કામ ના થાય. તમારે તમારી જવાબદારી સમજવી જોઇએ અને નિભાવવી જોઇએ.

કંગનાએ કહ્યું કે રણબીર કપૂરે કોઇને કહ્યું હતું કે મારા ઘરે વીજળી-પાણી આવે છે. તેને ખબર હોવી જોઇએ આપણા દેશ અને તેમાં રહેતાં નાગરિકોના પૈસાના કારણે તેના ઘરમાં વીજળી-પાણી આવે છે અને તે બંગલામાં રહી શકે છે. દેશવાસીઓના પૈસાથી જ તે મર્સિડીઝમાં ફરી શકે છે.  જે પછી તમે આ પ્રકારના નિવેદન કેવી રીતે આપી શકે કે અમે ફિલ્મોમાં કામ  કરી શકીએ છીએ અમે રાજકારણ પર નિવેદન શા માટે આપીએ. આ ગેરજવાબદારીભર્યુ પગલું છે. શું હું આ પ્રકારની વ્યક્તિ છું, નહી. તેના કારણે મારી કારકિર્દીનો અંત આવતો હોય તો આવી જાય. પરંતુ તેને બદલાવું પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments