Tuesday, October 26, 2021
Homeદેશી બનાવટની જામગરી બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ
Array

દેશી બનાવટની જામગરી બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર શહેર તથા જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ કે, જે સુચના આધારે આજરોજ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા હેડકોન્સ. હરેશભાઇ ઉલવા ને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ વલ્લભીપુર તાબેના કંથારીયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી આરોપી ઘનશ્યામ ઉર્ફે ઘનાભાઇ બચુભાઇ દલસાણીયા ઉ.વ.૩૮ રહેવાસી ગામ-કંથારીયા તા.વલ્લભીપુર જી. ભાવનગર વાળાને એક ગેરકાયદેસરની દેશી બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણાએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડકોન્સ. હરેશભાઇ ઉલવા તથા જગદીશભાઇ મારૂ તથા યોગેન્દ્રસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા હારીતસિંહ ચૌહાણ તથા સોહીલભાઇ ચોકીયા તથા ડ્રાઇવર પરેશભાઇ પટેલ વિગેરે જોડાયા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments