દેશ માં સૌથી વધુ ગરમી ગુજરાત માં, તાપમાન 42 ડિગ્રી એ પહોચ્યું

0
0

અમદાવાદ: હવામાન વિભાગના છેલ્લા 3 દિવસના આંકડા મુજબ દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. આજના ગરમીના આકંડા પર નજર કરીએ તો ભૂજ 42 ડિગ્રી સાથે દેશનું અને રાજ્યનું સૌથી ગરમ શહેર બની ગયુ છે. જ્યારે રાજકોટ અને કંડલામાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે. ગુજરાત સિવાય દેશમાં સૌથી વધ ગરમી પૂણેમાં 40 ડિગ્રી નોંધાઈ છે.

અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચશે

સૂકા વાતાવરણને કારણે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં હીટવેવથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા હોવાથી ગરમીથી રાહત રહે તેવા સંકેતો હવામાન વિભાગે આપ્યા છે. તેમજ શુક્રવાર સુધી અમદાવાદનું તાપમાન પણ 42 ડિગ્રી પહોચે તેવી શક્યતા છે.

દેશના મુખ્ય શહેરોનું તાપમાન (આંકડા-એક્યુ વેધર મુજબ)
શહેર તાપમાન(ડિગ્રી)
પૂણે 40
મુંબઈ 38
બેંગ્લુરુ 36
ભોપાલ 36
ચેન્નાઈ 36
કોલકાતા 33
લખનઉ 30
આગરા 31
નવી દિલ્હી 30
જયપુર 31
ગુજરાતના મુખ્ય શહેરોનું તાપમાન
શહેર તાપમાન (ડિગ્રી)
ભૂજ 42
રાજકોટ 41
કંડલા 41
ગાંધીનગર 38
નલિયા 38
જામનગર 38
બરોડા 38
પોરબંદર 38
વ.વિદ્યાનગર 37
સુરત 36

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here