Wednesday, September 28, 2022
Homeદ્વારકાનાં કલ્યાણપુરમાં દાંડિયારાસમાં ફાયરિંગ, ગોળી વાગતા મહિલાનું મોત
Array

દ્વારકાનાં કલ્યાણપુરમાં દાંડિયારાસમાં ફાયરિંગ, ગોળી વાગતા મહિલાનું મોત

- Advertisement -

દ્વારકા કલ્યાણપુરમાં લગ્નપ્રસંગ સંપન્ન થયા બાદ પરત આવેલા જાનૈયાઓના દાંડિયારાસમાં ઉત્સાહમાં આવી ગયેલા યુવકે ખાનગી ફાયરિંગ કરતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. યુવાને કરેલા ફાયરિંગ દરમિયાન બંદૂકમાંથી કાર્ટિસના છરા ઉડતા, પતિ સાથે જાન જોવા આવેલી મહિલાને વાગ્યા હતા. જેમાં આ મહિલા ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું.

ભાણવડ તાલુકાના કલ્યાણપુરમાં રહેતા ભૂપતભાઇ ટપુભાઇ ગોજિયાના દીકરાના લગ્નપ્રસંગે જાન પરણીને ગામમાં આવતા જાનૈયાઓ દાંડિયારાસ રમી રહ્યા હતાં. ભૂપતભાઇ ગોજિયા સાથે વર્ષોથી ગામમાં જ રહેતા રાણાભાઇ પરમારને પારિવારિક નાતો હતો. જેથી ગામમાં જાન આવતા જ દાંડિયારાસ જોવા માટે હરખભેર રાણાભાઇ ગોવિંદભાઇ પરમાર અને તેમના પત્ની પુંજીબેન પરમાર ગયા હતાં. દરમિયાન દાંડિયારાસમાં ઉત્સાહમાં આવી ગયેલા અરજણ પાલાભાઇ ડાંગર નામના જાનૈયાએ પોતાની પાસે રહેલી બંદૂકમાંથી ખાનગી ફાયરિંગ કરતા અકસ્માતે બંદૂકમાંથી કાર્ટિસના છરા ઉડ્યા હતા. જે પુંજીબેન રાણાભાઇ પરમારના કપાળ તેમજ મોઢા પર વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ભાણવડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં મહિલાનું મોત નીપજતા પોલીસે અરજણ ડાંગર વિરુધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular