દ્વારકામાં ભરબજારે આખલાઓ ધીંગાણા પર ઉતરી આવતા, 7 મહિલાઓને હોસ્પિટલ પહોંચાડી દીધી

0
27

 

આખલાના યુદ્ધનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સુદામા સેતુ પુલ પાસે ભરચક એરીયામાં આખલાઓએ ધમાલ મચાવીને દોડધામ કરતા રસ્તે ચાલતા કેટલાક લોકોને પોતાના હડફેટે લીધી હતા. આખલાની લડાઇમાં એક યાત્રીક મહિલા હડફેટે ચડતા ઘવાઇ હતી.

ઘાયલ મહિલાને દ્વારકા સિવીલ હોસ્પીટલમાં પ્રાથમીક સારવાર આપ્યા બાદ જામનગર રિફર કરાઇ હતી. આખલાની આ લડાઇનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે. દ્વારકામાં વારંવારની આવી ઘટનાઓ છતા તંત્રએ આ બાબતે મૌન ધારણ કરી રાખ્યું છે.

ભાવનગરના તળાજાના પીઠલપુર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ભોગ બનનારને મદદ કરવાના બદલે લોકો લોકો મોબાઈલમાં વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા. જેથી માનવતા મરી પરવાહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. લોહીથી લથબથ ઘાયલ શખ્સ રસ્તા પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. જે કોઈએ આ અકસ્માતને જોયો તેઓ ત્યાં ઉભા રહીને ઘાયલ શખ્સનો વીડિયો ઉતારતા હતા.પરંતુ સારવાર માટે લઈ જવા કોઈ તૈયાર ન હતું.બાઈકનું ટાયર તૂટી જતા બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ઘાયલ શખ્સ મુકેશ રાજપરા ગામનો રહેવાસી છે.જોકે બાદમાં ભાવનગર સારવાર અર્થે ખસેડાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here