દ્વારકા : કલ્યાણપુરના લીંબડી નજીક રિક્ષા પલટી મારી જતા કુવામાં ખાબકેલા દંપતીનું મોત

0
53

દ્વારકા:દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લીંબડી નજીક આવેલા દામનગર પાસે ગુરૂવારે મોડી સાંજે મુસાફર ભરેલી રિક્ષા પલટી મારી જતા ફંગોળાયેલ ભાવનગરના દંપતીનું કુવામાં ખાબકતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ-છ મુસાફરોને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા હતાં.ભાવનગરથી કલ્યાણપુરના ખાખરડા ગામે સબંધિના ઘરે આવેલા પતિ-પત્નિના મૃત્યુના આ બનાવે પંથકભરમાં અરેરાટી પ્રસરાવી છે.

મળતી માહિતી અનુસાર કલ્યાણપુરનાં લીંબડી નજીક આવેલા દામનગર પાસે ગુરૂવારે મોડી સાંજે એક રિક્ષામાં 10 જેટલા મુસાફરો પસાર થઇ રહ્યા હતાં. દરમિયાન અચાનક જ રિક્ષા પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ વિચિત્ર અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસારફો પૈકીના માલદેસિંહ ભોજુભા ગોહીલ (ઉ.વ.40) તેમજ તેમના પત્નિ ધર્મિષ્ઠાબા માલદેસિંહ ગોહીલ (ઉ.વ.35) બન્ને બાજુમાં રહેલા કુવામાં ખાબક્યા હતાં. કુવામાં પટકાયેલા પતિ-પત્નિ બંને પાણીમાં ગરક થયા હતાં અને બંનેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા જ આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં.જ્યારે 108ની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. અકસ્માતના આ વિચિત્ર બનાવમાં કુવામાં પાણીમાં ખાબકેલા પતિ-પત્નિ બંનેને સ્થાનિક લોકોએ જ ભારે જહેમત ઉઠાવીને કુવામાંથી બહાર કાઢ્યા હતાં. જો કે,બંનેના મૃતદેહ બહાર આવ્યા હતાં. અકસ્માતમાં રિક્ષામાં સવાર અન્ય પાંચ-છ મુસાફરોને ઇજા પહોંચતા તાત્કાલીક 108માં સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here