Saturday, August 13, 2022
Homeદ્વારકા : ધીરૂભાઈ અંબાણી માર્ગ પર આવેલા 22 જેટલા કલાત્મક સ્તંભ અજાણ્યા...
Array

દ્વારકા : ધીરૂભાઈ અંબાણી માર્ગ પર આવેલા 22 જેટલા કલાત્મક સ્તંભ અજાણ્યા શખ્સોએ તોડી પાડ્યા

- Advertisement -

 ધીરૂભાઈ અંબાણી માર્ગ પરના કલાત્મક સ્તંભો અજાણ્યા શખ્સોએ તોડી પાડ્યા છે. જેથી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દ્વારકામાં ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કાર્યો કરવામાં આવ્યા હતાં. જેમાં ધીરૂભાઇ અંબાણી માર્ગ પર હાથીગેટથી કીર્તીસ્તંભના માર્ગના કિનારા પર આવેલા ફુટપાથ પર કલાત્મક સ્તંભો ઉભા કરાયા હતાં. પરંતુ અજાણ્યા શખ્સો દ્વારા રાત્રીના સમયે આ 22 જેટલા સ્તંભ તોડી પાડવામા આવ્યા હતા. આ સમગ્ર મામલે નગરપાલિકાની ચીફ ઓફિસર સી.બી.ડુડીયાએ જણાવ્યું કે, સમગ્ર ઘટનાની જાણ થતાં જ અમારી ટીમે ઘટનાસ્થળ પર પહોંચી રસ્તા પર પડેલા પીલરોને માર્ગ પરથી હટાવી લીધા હતા. જેથી રાહદારીઓને અગવડતા ન પડે. હાલ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular