Sunday, November 28, 2021
Homeદ્વારકા મંદિરમાં પ્રતિબંધ છતાં કથાકાર જીજ્ઞેશદાદાએ ફોટો પાડી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો
Array

દ્વારકા મંદિરમાં પ્રતિબંધ છતાં કથાકાર જીજ્ઞેશદાદાએ ફોટો પાડી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો

દ્વારકા,જામનગર : પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિર અંદર મોબાઇલ કે કેમેરા લઇ જવા પર પ્રતિબંધ છે. જો કે, આ પ્રતિબંધ માત્ર સામાન્ય યાત્રિકોને જ લાગુ પડતો હોય તેમ મુંબઇના એક યાત્રિકે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાનો દાવો પણ કર્યો છે. શરદપૂર્ણિમાની રાત્રીએ જગતમંદિરમાં યોજાયેલા રાસગરબાનું ફેસબુક પેઇજ પરથી લાઇવ પ્રસારણનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં જાણીતા કથાકાર જીજ્ઞેશદાદાએ જગતમંદિરની અંદર ખેંચાવેલી તસવીરો બહાર આવતા ભારે વિવાદ સર્જાયો છે.

મંદિરની સુરક્ષા દ્વારકાધીશના ભરોષે

દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે ભજનથી પ્રસિધ્ધ બનેલા જાણીતા કથાકાર જીજ્ઞેશદાદા બે દિવસ પૂર્વે દ્વારકા ધ્વજારોહણના કાર્યક્રમમાં આવ્યા હતાં. જે સમયે મંદિરના શિખર પર જવાના બીજા માળે શક્તિમાતાના પ્રતિમા સાથેના ફોટા બહાર આવતા જીજ્ઞેશદાદાના ફોટા બહાર આવતા સુરક્ષામાં ચૂક જોવા મળી છે.વારંવાર આવા કિસ્સા સામે આવતા પોલીસ, વહીવટી તંત્ર અને સબંધિત અન્ય તંત્ર દ્વારા આકરી તપાસ કેમ કરવામાં આવતી નથી તેવા ગંભીર સવાલો ઉદભવ્યા છે.

દેવસ્થાનોમાં ફોન સાથે રાખતો નથી

જગતમંદિરમાં ધ્વજારોહણના કાર્યક્રમ વખતે હું અને મારા ભાઇ બન્નેને પ્રવેશ વખતે ચેક કરવામાં આવ્યા હતાં.હું દ્વારકામાં ભણ્યો છું,તો મને પણ ખ્યાલ છે કે,જગતમંદિરના નિયમો કેટલા આકરા છે.છતાં પણ તસવીર સોશિયલ મીડિયામાં ફરી રહી છે.તે વાત ધ્યાને આવી છે.તંત્ર દ્વારા તપાસ કરાશે એટલે બધો ખ્યાલ આવી જશે.     જીગ્નેશ દાદા, જાણીતા કથાકાર

વહીવટદાર સમિતિની આમા કોઇ જવાબદારી રહેતી નથી

જગતમંદિરના પ્રવેશદ્વાર પર યાત્રિકોને ચકાસવા પોલીસની જવાબદારી છે. છતાં પણ જગતમંદિર અંદર પ્રતિબંધ વસ્તુઓ જો ઘૂસી જાય તો પોલીસ જવાબદાર છે. વહીવટદાર સમિતિની આમાં કોઇ જવાબદારી રહેતી નથી.    હરીશભાઇ ધોલરિયા, નાયબ વહીવટદાર,જગતમંદિર 

તપાસ માગતા મુદ્દાઓ

*વારંવાર આવા કિસ્સા છતાં કડક તપાસ નહીં
*સીસીટીવી ફૂટેજના આધારે કેમ તપાસ જરૂરી
*પ્રવેશદ્વાર પર સુરક્ષા છતાં ફોટા બહાર આવે છે
*પૂજારી પરિવાર ફોટા ખેંચે છે કેમ
*પ્રતિબંધ વસ્તુઓ માટે પોલીસ જવાબદાર

મારા ધ્યાન પર નથી આવ્યું

હજુ સુધી અમારા ધ્યાને કાંઇ આવ્યું નથી.  અમને કોઇ આવી જાણ પણ નથી થઇ. સમગ્ર બાબત અમારા સુધી આવશે એટલે તપાસ થશે.  પ્રતાપસિંહ જાડેજા, પ્રાંત અધિકારી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments