દ.ગુ.યુનિવર્સિટીના રાજકારણના દબાણથી સેનેટ સભ્ય ગણપત ધામેલિયાએ ઉમેદવારી પાછી ખેંચી

0
30

સુરતઃ  સેનેટ સભ્ય ગણપત ધામેલીયાએ એકેડેમિક કાઉન્સિલની ચૂંટણીમાં અધર ધેન ડીન માટે નોંધાવેલી ઉમેદવારી પાછી ખેંચતા શિક્ષણવિદોમાં ચર્ચા છે. અને સરસ્વતિના ધામમાં શિક્ષણને બદલે નિમ્ન કક્ષાના રાજકારણને મહત્વ અને અગ્રિમતા અપાતી હોવાના આક્ષેપ સેનેટ સભ્યે કર્યો છે.

એકબીજાનાં ટાટીયા ખેંચ અને ધાકધમકી જેવો ભયનો માહોલ

વીએનએસજીયુની એકેડેમિક કાઉન્સિલની ચૂંટણી પહેલાથી વિવાદમાં રહી છે. ડીન અને અધર ધેન ડીન માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખને એક જ દિવસ આડો રહ્યો છે. ત્યારે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ આઇ.ટી ફેકલ્ટીના અધર ધેન ડીન માટે ઉમેદવારી નોંધાવનાર સેનેટ સભ્ય ગણપત ધામેલીયા પોતાની ઉમેદવારી પાછી ખેંચતા લખેલા પત્રમાં હાલમાં કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાના રાજમાં યુનિવર્સિટીમાં ચાલી રહેલા ગંદા રાજકારણને છતું કર્યુ છે. પત્રમાં લખ્યું છેક, એ.સીના ઇલેક્શનમાં એકબીજાનાં ટાટીયા ખેંચ અને ધાકધમકી જેવા ભયના માહોલને કારણે યુનિવર્સિટીમાં શિક્ષણ કથળી રહ્યું છે. સરસ્વતિના ધામમાં શિક્ષણને  બદલે નિમ્ન કક્ષાના રાજકારણને મહત્વ આપવામાં આવે છે. એક સેનેટ સભ્ય તરીકે આ પરિસ્થિતિ જોઇને દુ:ખ અનુભવું છે. અમુક લોકોએ સંગઠનના નામે યુનિવર્સિટીને બદનામ કરવમાં કઇ બાકી રાખ્યું નથી.

ઇશ્યુ શું છે?

કોમ્પ્યુટર સાયન્સ એન્ડ આઇ.ટી. ફેકલ્ટીમાં ડીન અને અધર ધેન ડીનના પદ માટે સર્વાનું મતે નામો નક્કી થાય હતા. ડીન પદ માટે સ્નેહલ જોષી અને અધર ધેન ડીન માટે ગણપત ધામેલીયાએ ઉમેદવારી કરી હતી. એક એચઓડીને કુલપતિની ચેમ્બરમાં કલાકો સુધી બેસાડી રાખીને ચૂંટણી લડવા દબાણ કરાયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here