Monday, October 18, 2021
Homeધંધુકા-બગોદરા હાઈવે પર બાઇકચાલકે દિવ્યાંગને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત
Array

ધંધુકા-બગોદરા હાઈવે પર બાઇકચાલકે દિવ્યાંગને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત

રાજકોટ: ધંધુકા-બગોદરા હાઈવે પર વિકલાંગની ટ્રાઈસિકલ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં વિકલાંગનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. વિકલાંગ યુવક ઉના ગામનો રહેવાસી હતો. આ યુવક આગામી 7 તારીખે ગાંધીનગરમાં યોજાનાર દિવ્યાંગોની રેલીમાં ભાગ લેવા માટે જઈ રહ્યો હતો. ત્યારે આજે વહેલી સવારે ફેદરા ગામના બસસ્ટોપ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા બાઈકે દિવ્યાંગને અટફેડે લીધો હતો. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે ઉના તાલુકાથી 26મી જાન્યુઆરીએ 9 ત્રિપગી સાયકલ સવાર દિવ્યાંગો ગાંધીનગર જવા નીકળ્યાં હતા. તેઓ તેમના પડતર પ્રશ્નો અંગે રાજ્ય સરકારને રજૂઆત કરવાના હતા. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments