Sunday, November 28, 2021
Homeધરણા પર બેસેલા અન્ના પદ્મભૂષણ પરત કરશે, ફિલ્મ નિર્દેશક અરિબામે પણ પદ્મશ્રી...
Array

ધરણા પર બેસેલા અન્ના પદ્મભૂષણ પરત કરશે, ફિલ્મ નિર્દેશક અરિબામે પણ પદ્મશ્રી પરત કર્યો

નવી દિલ્હીઃ સરકારનાં કાયદાનાં વિરોધમાં બે હસ્તિઓ પદ્મ પુરસ્કાર પરત આપી રહી છે. સામાજિક કાર્યકર્તા અન્ના હજારે પદ્મ વિભૂષણ પરત આપવાની તૈયારીમાં છે. તેઓ 30મી જાન્યુઆરીથી મહારાષ્ટ્ર સ્થિત તેમનાં ગામ રાલેગણ સિદ્ધિમાં ધરણા પર બેઠા છે. તેમના કહ્યા પ્રમાણે, કેન્દ્ર સરકારે લોકપાલ-લોકાયુક્તોની નિમણૂક અને ચૂંટણી સુધાર માટે સ્વામીનાથન કમિશનની ભલામણને અમલમાં મુકવાનો વાયદો પુરો કર્યો નથી. આ પહેલા ફિલ્મ નિર્દેશક અરિબામ શ્યામે રવિવારે નાગરિકતા સંશોધન બિલનાં વિરોધમાં પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી હતી.

અન્નાએ કહ્યું- મોદી સરકારે લોકોનો વિશ્વાસ તોડ્યો
  • અન્નાએ કહ્યું જો આ સરકાર આવનારા દિવસોમાં દેશને કરેલા તેમના વાયદાઓ પુરા નહિ કરે તો હું મારો પદ્મ ભૂષણ પરત કરી દઈશ. મોદી સરકારે લોકોનો વિશ્વાસ તોડ્યો છે.
  • તેમણે કહ્યું કે, મેં આ પુરસ્કાર માટે કામ નહોતું કર્યુ, જ્યારે હું સમાજ અને દેશ માટે કામ કરી રહ્યો હતો ત્યારે તમે જ મને આ પુરસ્કાર આપ્યો હતો, પરંતુ દેશ અને સમાજ આ પરિસ્થિતીમાં છે. તો મારે પુરસ્કાર શા માટે રાખવો જોઈએ? અન્ના હજારે પદ્મ ભૂષણ 1992માં આપવામાં આવ્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments