ધરોઈ ડેમમાં 5 વર્ષમાં સૌથી ઓછો પાણીનો જથ્થો, 17.63 ટકામાંથી માત્ર 11.36 ટકા ઉપયોગ લાયક

0
33

મહેસાણા: ગત નબળા ચોમાસાના કારણે છેલ્લા 5 વર્ષમાં ચાલુ સાલે ધરોઇ ડેમમાં પાણીનું સ્તર સૌથી નીચુ રહ્યું છે. ડેમની કુલ ક્ષમતાં પ્રમાણે અત્યારે 17.63 ટકા પાણીનો જથ્થો છે, જે પૈકી 11.36 ટકા પાણી ઉપયોગ લાયક રહ્યું છે. આ કપરી સ્થિતિને પહોંચી વળવા તેમજ ન કરે ને નારાયણ વરસાદ ખેંચાય તો તેવા સંજોગોને પહોંચી વળવા તંત્ર દ્વારા પાણી સપ્લાયમાં કરકસર શરૂ કરાઇ છે. સામાન્ય રીતે ડેમમાં પાણીની સારી સ્થિતિ હોય તો મે મહિના ત્રીજા સપ્તાહ સુધી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાને 18 કરોડ 50 લાખ કરોડ લિટર પાણી દૈનિક વપરાશ માટે આપવામાં આવે છે. પરંતુ પાણીની નબળી સ્થિતિને લઇ અત્યારે દૈનિક 16 કરોડ 90 લાખ લિટર પાણી આપવામાં આવી રહ્યું છે. જેને લઇ મહેસાણામાં 70 લાખ, પાટણમાં 50 લાખ અને બનાસકાંઠામાં 40 લાખ લિટર પાણી ઓછું આપવામાં આવી રહ્યું છે.
14 વર્ષમાં 11 વખત ડેમમાં પાણીની આવક થઇ
2005 થી 2018 સુધીમાં ધરોઇ ડેમમાં પાણીની આવક થયાની સ્થિતિ જોઇએ તો 14 વર્ષમાં 3 વર્ષ જૂનના છેલ્લા સપ્તાહમાં વરસાદી પાણીની આવક શરૂ થઇ હતી. 11 વર્ષ એવા છે કે જેમાં 2 જુલાઇ થી 16 જુલાઇ સુધીમાં વરસાદી પાણીની આવક નોંધાઇ છે.
ત્રણ જિલ્લામાં આટલું પાણી અપાય છે

જિલ્લો 18/05/2018 18/05/2019 બચત
મહેસાણા 9.00 કરોડ 8.30 કરોડ 70 લાખ
પાટણ 5.20 કરોડ 4.70 કરોડ 50 લાખ
બનાસકાંઠા 4.30 કરોડ 3.90 કરોડ 40 લાખ
કુલ 18.5 કરોડ 16.9 કરોડ 1.60 કરોડ

આંકડા કરોડ લિટરમાં દૈનિક વપરાશ દર્શાવે છે.
18 મેની ડેમની છેલ્લા 5 વર્ષની સ્થિતિ

વર્ષ કુલ જથ્થો ઉપયોગીજથ્થો
2015 5772(20.10%) 972(13.83%)
2016 8437(29.38%) 6637(23.11%)
2017 8604(29.96%) 6804(23.69%)
2018 8604(22.04%) 6804(15.77%)
2019 5063(17.63%) 3263(11.36%)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here