Tuesday, September 21, 2021
Homeધર્મેન્દ્રે દીકરા સની દેઓલને સંદેશો આપતા કહ્યું, ''હવે લોકો સારી-ખરાબ વાતો કરશે''
Array

ધર્મેન્દ્રે દીકરા સની દેઓલને સંદેશો આપતા કહ્યું, ”હવે લોકો સારી-ખરાબ વાતો કરશે”

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સની દેઓલ (62 વર્ષ) પંજાબની ગુરદાસપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવાનો છે. સની દેઓલે 29 એપ્રિલના રોજ ગુરદાસપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન સની દેઓલના પિતા ધર્મેન્દ્રે (83 વર્ષ) દીકરાના નામે સોશિયલ મીડિયામાં સંદેશ લખ્યો હતો. ધર્મેન્દ્રે ટ્વીટમાં લખ્યું હતું કે રાજકારણ નસીબમાં લખાયેલું હતું અને તેથી જ તેઓ આવી ગયા.

ધર્મેન્દ્રે ટ્વીટ કરી હતી, ”રાજકારણ નસીબમાં હતું, અમે આવી ગયા. હવે ઘણાં બધા મારા ભાઈ-બહેનો સારી-ખરાબ વાત કહેશે, તે તમામની વાતો માથા પર..એક વાત હું દાવા સાથે કહેવા માંગીશ કે જે કામ બિકાનેરમાં 50 વર્ષમાં નહોતું થયું, મેં પાંચ વર્ષમાં કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 2004માં ધર્મેન્દ્ર રાજસ્થાનની બિકાનેર બેઠક પરથી ભાજપના સાંસદ રહ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments