Monday, December 6, 2021
Homeધવન આઉટ, ભારત 78-2, મેચ જીતવા 28 ઓવરમાં 153 રનની જરૂર
Array

ધવન આઉટ, ભારત 78-2, મેચ જીતવા 28 ઓવરમાં 153 રનની જરૂર

સ્પોર્ટ્સ ડેસ્ક: 231 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 59 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે. માર્ક્સ સ્ટોઈનિસના સ્લોર બોલને ડ્રાઈવ કરવા જતા ધવન કોટ અને બોલ્ડ આઉટ થયો હતો. ધવન 46 બોલમાં 23 રન કરી આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ મેક્સવેલે પહેલા બોલે ધોનીનો કેચ છોડ્યો હતો. ભારતને જીત માટે 28 ઓવરમાં 153 રનની જરૂર છે અને તેની 8 વિકેટ જમા છે. કેપ્ટ્ન કોહલી 33 રને રમી રહ્યા છે જયારે ધોની 13 રને રમી રહ્યા છે

પ્રથમ વિકેટ: પીટર સિડલનો બોલ ગુડ લેન્થ પર પીચ થઈને બહાર તરફ જતા રોહિત માર્શને ફર્સ્ટ સ્લીપમાં કેચ આપી બેઠો હતો. તે 17 બોલમાં 9 રન કરી આઉટ થયો હતો. (6 ઓવર 15/1)

બીજી વિકેટ
સ્ટોઈનિસના સ્લોર બોલને ડ્રાઈવ કરવા જતા ધવન કોટ અને બોલ્ડ આઉટ થયો હતો. સ્ટોઈનિસે રિફલકેસ બતાવતા શાનદાર કેચ કર્યો હતો.ધવન 46 બોલમાં 23 રન કરી આઉટ થયો હતો. (16.2 ઓવર 59/2)

પ્રથમ ઇંનિંગ્સમાં ચહલની સ્પિન સામે ઓસ્ટ્રેલિયા ફેલ
ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયાને 230 રનમાં ઓલઆઉટ કર્યું હતું. ભારત તરફથી યૂઝવેન્દ્ર ચહલે 6 વિકેટ લઈ ઓસ્ટ્રેલિયાની ઇંનિંગ્સને ક્યારેય ઝડપ પકડવા દીધી ન હતી. ઓસ્ટ્રેલિયા તરફથી હેન્ડકોમ્બે સૌથી વધુ 58 રન કર્યા હતા. તે સિવાય શોન માર્શે 39 અને ઉસ્માન ખ્વાજાએ 34 રન કર્યા હતા. ચહલે 10 ઓવરમાં 42 રન આપી 6 વિકેટ લઈ ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્પિનર દ્વારા સૌથી વધુ વિકેટ્સનો નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. તે પહેલો ભારતીય સ્પિનર બન્યો જેણે ભારતની બહાર બે – પાંચ હોલ લીધી હોય. તે ઉપરાંત રવિ શાસ્ત્રી બાદ ઓસ્ટ્રેલિયામાં પાંચ વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બન્યો છે. ભુવનેશ્વરે અને શમીએ 2-2 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયામાં વનડેમાં બોલર્સના બેસ્ટ ફિગર્સ
6/42 અજિત અગરકર v ઓસ્ટ્રેલિયા, મેલબોર્ને , 2004
6/42 યૂઝવેન્દ્ર ચહલ v ઓસ્ટ્રેલિયા, મેલબોર્ને, 2019
6/43 મિચેલ સ્ટાર્ક v ભારત, મેલબોર્ને, 2015
6/45 ક્રિસ વોક્સ v ઓસ્ટ્રેલિયા, બ્રિસ્બેન, 2011

(આની પહેલા ઓસ્ટ્રેલિયામાં કોઈ સ્પિનર દ્વારા શ્રેષ્ઠ દેખાવનો રેકોર્ડ રવિ શાસ્ત્રીના નામે હતો, તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 1991માં 15 રન આપી પાંચ વિકેટ લીધી હતી)

ચહલે સિરીઝની પહેલી ઓવર નાખી ભારતને ઐતિહાસિક જીત તરફ અગ્રેસર કર્યું

ચહલે પોતાની પહેલી જ ઓવરમાં બંને સેટ બેટ્સમેન ખ્વાજા અને માર્શને પેવેલિયન પરત કર્યા હતા. શૉન માર્શને આગળ આવતા જોઈ ચહલે લેગ સ્ટમ્પની બહાર બોલ નાખ્યો હતો. ધોનીએ તેને સ્ટમ્પ કરીને આઉટ કર્યો હતો. ચહલે લેગ-સ્ટમ્પ પર નાખેલા લેગ-બ્રેકને ખ્વાજા ઓન-સાઈડ પર મારવા ગયો હતો. પરંતુ બોલ તેણે ધાર્યા કરતા ધીમો આવ્યો હતો અને તેણે બેટનું ફેસ વહેલું ક્લોસ કરતા ચહલને જ કેચ આપી બેસ્યો હતો.

કેદાર જાધવે એક ઓવરમાં 15 રન આપ્યા
ઓસ્ટ્રેલિયાએ પ્રેસર રિલીઝ કરતા જાધવની ઓવરમાં બે ચોક્કા, એક ત્રણ રન, એક 2 રન અને બે સિંગલ લઈને 15 રન લીધા હતા. માર્શએ ઓવરના 4 બોલમાં 12 રન લીધા હતા. જાધવની જ બોલિંગમાં ધોનીએ માર્શનો કેચ છોડ્યો હતો.

મિસ્ડ ચાન્સ

ધોનીએ કેદાર જાધવની બોલિંગમાં શૌન માર્શનો કેચ છોડ્યો હતો. તે સમયે માર્શ 11 રને રમી રહ્યો હતો.એજ થયા બાદ બોલ વધારે ડિફલેક્ટ થયો ન હતો, ધોની 100માંથી 99 વાર આવા કેચ પકડી લે છે.

ફિન્ચ સામે ભુવનેશ્વરનો હાથ ઉપર
ભુવનેશ્વર કુમારે 9મી ઓવરના છેલ્લા બોલે ઈન સ્વિંગર નાખીને ફિન્ચને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો, બોલ ઓફ સ્ટમ્પની બહાર પડ્યા બાદ અંદર આવ્યા હતો અને ફિન્ચ વિકેટ સામે ફસાઈ ગયો હતો. તે એટલો પ્લમ્બ હતો કે તેણે રીવ્યુ લેવાનો વિચાર ફગાવ્યો હતો. ભુવનેશ્વરે ફિન્ચને સતત ત્રીજી મેચમાં આઉટ કર્યો હતો. પ્રથમ બંને વનડેમાં ભુવનેશ્વરે તેને 6 રને પેવેલિયન ભેગો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાનો કેપ્ટ્ન ફોર્મ માટે ઝઝૂમી રહ્યો છે, છેલ્લી 16 વનડેમાં તેણે 15.42ની એવરેજથી માત્ર 242 રન જ કર્યા છે. આ દરમિયાન તેણે ફક્ત 1 અર્ધસદી ફટકારી છે.

પ્રથમ વિકેટ: એલેક્સ કેરી બેકફૂટ પર રમતો હતો અને ઑફ સ્ટમ્પની બહાર ભુવનેશ્વરનો બોલ બેટની એજ લે એટલો મુવ થયો હતો. વિરાટ કોહલીએ સેકન્ડ સ્લિપમાં તેનો આસાન કેચ કર્યો હતો. ઉસ્માન ખ્વાજા વન ડાઉન આવ્યો છે અને ફિન્ચ સાથે મોટી ભાગીદારી કરવાની કોશિશ કરશે. કેરી 11 બોલમાં 5 રન કરી આઉટ થયો હતો. (2.5 ઓવર 8/1)

બીજી વિકેટ: ભુવનેશ્વર કુમારે ઈન સ્વિંગર નાખીને ફિન્ચને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો, બોલ ઓફ સ્ટમ્પની બહાર પડ્યા બાદ અંદર આવ્યા હતો અને ફિન્ચ વિકેટ સામે ફસાઈ ગયો હતો. તે એટલો પ્લમ્બ હતો કે તેણે રીવ્યુ લેવાનો વિચાર ફગાવ્યો હતો. ફિન્ચ 24 બોલમાં 14 રન કરી આઉટ થયો હતો. ( 9 ઓવર 27/2)

ત્રીજી વિકેટ
શૉન માર્શને આગળ આવતા જોઈ ચહલે લેગ સ્ટમ્પની બહાર બોલ નાખ્યો હતો. ધોનીએ તેને સ્ટમ્પ કરીને આઉટ કર્યો હતો. સ્ટમ્પીંગ કર્યા બાદ ધોની સ્યોર ન હતો પણ ઉત્સાહિત કોહલીએ તેને ખાતરી આપી કે માર્શ આઉટ છે અને થર્ડ અમ્પ્યારે તેને આઉટ આપતા ભારતીય ખેલાડી ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. શોન માર્શ 54 બોલમાં 39 રન કરી આઉટ થયો હતો.(23.1 ઓવર 100/3)

ચોથી વિકેટ
ચહલે લેગ-સ્ટમ્પ પર નાખેલા લેગ-બ્રેકને ખ્વાજા ઓન-સાઈડ પર મારવા ગયો હતો. પરંતુ બોલ તેણે ધાર્યા કરતા ધીમો આવ્યો હતો અને તેણે બેટનું ફેસ વહેલું ક્લોસ કરતા ચહલને જ કેચ આપી બેસ્યો હતો. ખ્વાજા 51 બોલમાં 34 રન કરી આઉટ થયો હતો. (23.4 ઓવર 101/4)

પાંચમી વિકેટ

ચહલે બોલને ફ્લાઇટ કરાવી લેગ સ્ટમ્પની બહાર પીચ કરાવ્યો હતો, બોલ પીચ થયા બાદ ટર્ન થઈને ઑફની બહાર ગયો હતો અને સ્ટોઈનિસને ઓપનઅપ કરતા તેણે સ્લીપમાં કેચ આપ્યો હતો. રોહિત પોતાની જમણી બાજુ ડાઇવ લગાવી શાનદાર કેચ કર્યો હતો. સ્ટોઈનિસ 20 બોલમાં 10 રન કરી આઉટ થયો હતો. ( 29.3 ઓવર 123/5)

છઠી વિકેટ
શમીના બાઉન્સર પર મેક્સવેલે હવામાં શોટ માર્યો હતો. ભુવનેશ્વરે ફાઈન લેગ પર 15-20 મીટરનું અંતર કાપી શાનદાર કેચ કર્યો હતો. મેક્સવેલ કાઉન્ટર ઇંનિંગ્સ રમતા તેની વિકેટ સાથે ભારતે મેચ પર પોતાની પકડ વધુ મજબૂત કરી છે. તે 19 બોલમાં 26 રન કરી આઉટ થયો હતો.( 34.5 ઓવર 161/6)

સાતમી વિકેટ
ચહલનો બોલ રિચાર્ડસને ધાર્યા કરતા ઝડપથી લેગ સ્ટમ્પ પર આયેલો અને તે પોતાની ફ્લીક પર કન્ટ્રોલ ન કરી શકતા શોર્ટ મીડ-વિકેટ પર જાધવને કેચ આપી બેઠો હતો. રિચાર્ડસન હેન્ડકોમ્બને સારો ટેકો આપી રહ્યો હતો પણ આ બોલ પર ફ્લીક કરતા પોતાને રોકી શક્યો ન હતો અને વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 23 બોલમાં 16 રન કર્યા હતા. ( 43.3 ઓવર 206/7)

આઠમી વિકેટ
ચહલના સીધા બોલને હેન્ડકોમ્બ મિસ કરી ગયો હતો. તેણે રીવ્યુ લીધો હતો પણ તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે બોલ મિડલ સ્ટમ્પના મિડલમાં પર જઈ રહ્યો હતો. હેન્ડકોમ્બ 63 બોલમાં 58 રન કરી આઉટ થયો હતો.( 45.6 ઓવર 219/8)

નવમી વિકેટ
ચહલના બોલ પર સિક્સ મારવાના પ્રયાસમાં ઓસ્ટ્રેલિયન લેગ-સ્પિનર ઝાંપા લોન્ગ-ઓન પર વિજય શંકરને આસાન કેચ આપી બેઠો હતો. ઝાંપા 14 બોલમાં 8 રન કરી આઉટ થયો હતો.( 47.4 ઓવર 228/9)

દસમી વિકેટ
મોહમ્મદ શમીએ સ્ટેનલેકને ફૂલ બોલમાં ક્લીન બોલ્ડ કર્યા હતો. સ્ટેનલેક પાસે શમીની સ્પીડનો કોઈ જવાબ ન હતો. તે બીજા બોલે શૂન્ય પર આઉટ થયો હતો.( 48.4 ઓવર 230/10)

ભારતે ટોસ જીત્યો

ભારતીય કેપ્ટ્ન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. મોહમ્મદ સિરાજની જગ્યાએ વિજય શંકર, કુલદિપ યાદવની જગ્યાએ યૂઝવેન્દ્ર ચહલ અને અંબાતી રાયુડુની જગ્યાએ કેદાર જાધવ રમશે. જયારે ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની પ્લેઈંગ 11માં બે ફેરફાર કર્યા છે. તેમના માટે નેથન લાયનની જગ્યાએ એડમ ઝાંપા અને જેસન બેહરેનડોર્ફની જગ્યાએ સ્ટેનલેક રમશે. ભારત માટે યુવા ઓલરાઉન્ડર વિજય શંકર ડેબ્યુ કરી રહ્યો છે.

ટીમ ઓસ્ટ્રેલિયા: એલેક્સ કેરી (વિકેટકીપર), આરોન ફિન્ચ (કેપ્ટ્ન), ઉસ્માન ખ્વાજા, શૉન માર્શ, પીટર હેન્ડકોમ્બ, માર્ક્સ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, જે રિચાર્ડન, બિલી સ્ટેનલેક, એડમ ઝાંપા
ટીમ ઇન્ડિયા: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટ્ન), એમએસ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, યૂઝવેન્દ્ર ચહલ

ઐતિહાસિક જીત પર નજર

ભારતીય ટીમ આજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચ સિરીઝની છેલ્લી મેચ રમશે. ભારત આજે મેચ જીતે તો ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર બાઈલેટરલ સિરીઝ જીતશે. ભારત જીતશે તો ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે સતત ત્રીજી બાઈલેટરલ સિરીઝ હારશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાને ઇંગ્લેન્ડે 4-1 અને દક્ષિણ આફ્રિકાએ 2-1 થી માત આપી હતી.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ રવાના થશે
આ વનડે સાથે જ ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયામાં બે મહિનાના પ્રવાસનો અંત આવશે. આના પછી ભારત ન્યુઝીલેન્ડ જવા રવાના થશે. ત્યાં ભારત પાંચ વનડે અને 3 ટી-20 મેચની સિરીઝ રમશે. ભારતના ઓસ્ટ્રેલિયા ટુરની શરૂઆત 21 નવેમ્બર 2018ના રોજ ત્રણ મેચની ટી-20 સિરીઝથી થઈ હતી.

બે વર્ષ પહેલા આ જ મેદાન પર ભારત હારી ગયું હતું
મેલબોર્ન ખાતે ભારતીય ટીમ છેલ્લે 17 જાન્યુઆરી 2016ના રોજ વનડે રમ્યું હતું. વિરાટ કોહલીએ સદી ફટકારી હોવા છતા ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટથી મેચ જીતી હતી. આ મેદાન પર હમણાં જ બોક્સિંગ ડે ટેસ્ટ રમાણી હતી. ફાસ્ટ બોલર્સને શરૂઆતમાં મદદ ન મળી હતી પરંતુ પછીથી ભારતીય બોલર્સે 20 વિકેટ લઈ મેચ જીતી હતી.

સ્પિનર્સને મદદ મળી શકે છે
સિરીઝની છેલ્લી વનડેમાં પીચનો મિજાજ ધીમો હોઈ શકે છે. જે સ્પિનર્સને મદદરૂપ થઈ શકે તેમ છે. ઓસ્ટ્રેલિયામાં અત્યારે ખૂબ ગરમી પડી રહી છે અને શુક્રવારે પણ હિટ વેવની સંભાવના છે. તેથી ભારત યૂઝવેન્દ્ર ચહલને ન રમાડે તો જ આશ્ચર્ય થશે.

ભારતે ઓસ્ટ્રેલિયામાં ત્રણ વર્ષ પહેલા રમી હતી પ્રથમ બાઈલેટરલ વનડે સિરીઝ
ભારતે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ બાઈલેટરલ સિરીઝ જાન્યુઆરી 2016માં રમી હતી. પાંચ મેચની આ સિરીઝ ભારત 1-4થી હારી ગયું હતું. તે વખતે ભારતની કપ્તાની મહેન્દ્રસિંહ ધોનીના હાથમાં હતી. ત્યારે પણ ત્રીજી વનડે મેલબોર્નેમાં રમાઈ હતી. તે મેચમાં કોહલીએ 117 રનની ઇંનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા 7 બોલ બાકી રાખી ત્રણ વિકેટથી એ મુકાબલો જીતી ગયું હતું.
ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 9માંથી 5 સિરીઝ જીતી હતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 9 બાઈલેટરલ સિરીઝ રમાઈ છે. તેમાંથી ઓસ્ટ્રેલિયાએ પાંચ અને ભારતે ચાર સિરીઝ જીતી છે. આ ચારેય સિરીઝ ભારતે ઘરઆંગણે જ જીતી છે. જો આવતીકાલની વનડે જીતે તો ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર બાઈલેટરલ સિરીઝ જીતશે. બંન્ને દેશ વચ્ચે પ્રથમ વખત 1984માં પાંચ મેચની બાઈલેટરલ સિરીઝ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયામાં તે સિરીઝ 3-0થી જીત્યું અને બે મેચમાં રિઝલ્ટ ન આવ્યું હતું.

વિરાટ લારાથી આગળ નીકળી શકે છે
ભારતીય કેપ્ટ્ન વિરાટ કોહલીએ એડિલેડ ખાતેની બીજી વનડેમાં સદી ફટકારી હતી. તેણે વનડેમાં 10339 રન કર્યા છે. જો તે છેલ્લી મેચમાં 67 રન કરે તો વનડેમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેનની ટોપ-10ની લિસ્ટમાં સામેલ થઈ જશે. વેસ્ટ ઇન્ડિઝનો બ્રાયન લારા 10450 રન સાથે અત્યારે 10માં નંબરે છે. સચિન તેંડુલકર 18426 રન સાથે વનડેમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments