Tuesday, September 21, 2021
Homeધાનાણી, વસોયા, કગથરા, ચુડાસમાએ ફોર્મ ભર્યું, વિપક્ષ નેતાએ કહ્યું મોદીએ ગુજરાત સાથે...
Array

ધાનાણી, વસોયા, કગથરા, ચુડાસમાએ ફોર્મ ભર્યું, વિપક્ષ નેતાએ કહ્યું મોદીએ ગુજરાત સાથે વિશ્વાસઘાત કર્યો

રાજકોટ : સૌરાષ્ટ્ર લોકસભા ની અમરેલી બેઠક ના કોંગ્રેસ ના ઉમેદવાર પરેશ ધાનાણી, રાજકોટ બેઠકના કોંગ્રેસ ના ઉમેદવાર લલિત કગથરા, પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા અને જૂનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ આજે કલેક્ટર કચેરીએ જઇ ફોર્મ ભર્યા હતા. તમામ ઉમેદવારો ફોર્મ ભરતા પહેલા સભા યોજી શક્તિપ્રદર્શન કર્યું હતું. આ તકે અમરેલી બેઠક પરથી ગુજરાત વિપક્ષના નેતા ધાનાણીનું નામ જાહેર થતા ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયો છે. ફોર્મ ભરતા પહેલા ધાનાણીએ જણાવ્યું હતું કે, 2014ની ચૂંટણીમાં લોકોએ ગુજરાત અને દિલ્હીમાં મોદીને પોતાના ગણીને મત આપ્યો હતો હવે ગુજરાતના લોકો જ કહે છે કે તેણે વિશ્વાસઘાત કર્યો છે.

લોકશાહી મરી પરવડી છે: ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, સત્તા પરિવર્તનનો સંદેશ લઇ ગામડામાં જઇશું. આ 2019નો રણસંગ્રામ છે. આજે દેશનું સંવિધાન ખતરામાં છે. ખેડૂતોને સાંભળે તેવી દિલ્હીમાં સરકાર બનાવવા અમરેલી આગળ વધી રહ્યું છે. બધાની સહમતિથી આવતા રણસંગ્રામના સેનાપતિની જવાબદારી મને સોંપી છે, કોઇ વિવાદ નથી. ગુજરાતની 26 સીટ પર અમે જીત મેળવીશું.

ફોર્મ ભરતા પહેલા રાજકોટમાં યોજાયેલી સભામાં લલિત કગથરાએ જણાવ્યું હતું કે, ભાજપે બધાને છેતર્યા, ભાજપને મત દેવો એ હું પાપ ગણુ છું. ભાજપ ઉમેદવાર મોહનભાઇને સિરામીક ઉદ્યોગની હાલત ખ્યાલ છે પણ પોતાના પક્ષને કારણે મીંદડી મ્યાઉ છે. રાવણની જેમ ભાજપને અભિમાન ચડી ગયું છે. માત્ર હું ને હુંની જ મોદીનીતિ અપનાવે છે.

ભાજપે ઇતિહાસ ખોટો બતાવ્યો છે. લોકોએ ગાંધીની હત્યા કરી હોય તેની સાથએ હું ન જઇ શકું, મને ગાંધીજી સપનામાં આવી હેરાન કરે છે. મોદીએ ખોટા વાયદા અને વચનો આપ્યા છે. મારો જન્મ કોંગ્રેસે બનાવેલી હોસ્પિટલમાં થયો એટલે હું કોંગ્રેસમાં ગયો છું. ભાજપ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, મોદીએ કોઇનો વિકાસ નથી કર્યો પણ સૌ લોકોએ પોત પોતાનો વિકાસ કર્યો છે.

લલિત કગથરાએ ફોર્મ ભરતા પહેલા રાજકોટના બાલાજી હનુમાન મંદિર અને સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા હતા. લલિત વસોયાએ ખોડલધામમાં દર્શન કર્યા હતા. તેમજ પરેશ ધાનાણીના માતાએ તીલક કરી આશિર્વાદ આપ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments