Tuesday, September 21, 2021
Homeવિસનગર માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ પ્રતિમણે રૂ.1248એ પહોંચ્યા
Array

વિસનગર માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ પ્રતિમણે રૂ.1248એ પહોંચ્યા

વિસનગર માર્કેટયાર્ડમાં એન્ડીંગ બાદ ખુલેલા બજારમાં એરંડાની આવકમાં તેજીનો માહોલ જોવા મળતાં ત્રણ દિવસ માં 15 હજાર બોરીની આવક થવા પામી હતી જ્યારે ભાવોમાં પણ 50 રૂપિયાનો વધારો જોવા મળતાં ખેડુતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી હતી. જેમાં બજારમાં વેચાણ માટે અાવતો એરંડા નો ઝડપી વેપાર થઇ જતો હોવાની આવકો વધી હોવાનું માર્કેટયાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.

વિસનગર માર્કેટયાર્ડમાં માર્ચ મહિનાના મીની વેકેશન બાદ મંગળવારના રોજ રાબેતા મુજબ બજાર ખુલતાં હરાજી શરૂ થવા પામી હતી જેમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન એરંડા ની આવકો માં તેજીનો માહોલ જોવા મળતાં ત્રણ દિવસમાં એરંડાની આવકો 15 હજાર બોરીથી ઉપર પહોંચી ગઇ હતી જયારે એન્ડીંગ પહેલાં 1000થી આસપાસ રહેતા ભાવોમાં પણ સરેરાશ 50 રૂપિયાનો સુધાર જોવા મળ્યો હતો. જેમાં ગુરૂવારના રોજ બોલાયેલ હરાજીમાં એરંડા ના ઉંચા ભાવો 1248 સુધીના પડ્યા હતા જ્યારે 6100 બોરીની આવક થવા પામી હતી જ્યાં આવકો ની સાથે સાથે ભાવો પણ વધતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી હતી.

આ અંગે માર્કેટયાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે આવતો એરંડાનો વેપાર ઝડપી થઇ જતો હોવાથી આવકો માં પણ વધારો જોવા મળી રહ્યો છે એમાંય ભાવો પણ સુધરતાં આગામી સમયમાં આવકો હજુ પણ વધી શકે છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments